બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના લોકો લાંબા સમય બાદ ગરમીથી રાહત મેળવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 12:13:28
  • Views : 583
  • Modified Date : 2021-07-30 12:13:28

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના લોકો લાંબા સમય બાદ ગરમીથી રાહત મેળવી હતી તો તરફ છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં સૌથી વધુ ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ ઠેરઠેર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કયા ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયેલા રહે છે. પરંતુ ધોધમાર વરસાદ પડતો નથી. જ્યાં આજે પણ દિવસ દરમિયાન સાત તાલુકામાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.જ્યારે બાકીના તાલુકાઓમાં પુરતો વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે. પરંતુ વરસાદ આવતો નથી.

ત્યારે આજરોજ સવારથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ હતી દિવસ દરમિયાન ઝરમર ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી..નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જ્યારે સરહદી વિસ્તારોમાં અનેક તાલુકાઓમાં પૂરતો વરસાદ પડતા તાલુકાઓ કોરાધાકોર જોવા મળી રહ્યા હતા જેના કારણે ખેડૂતોના માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે

Download Our B K News Today App



Related News