બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં દાંતામાં 48 મિમી એટલે કે સવા બે ઇંચ અને ધાનેરામાં 34 મિમી એટલે કે પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-16 12:10:19
  • Views : 399
  • Modified Date : 2022-08-16 12:10:19

 

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 73.53 ટકા, કાંકરેજમાં 77.26 ટકા, ડીસામાં 86.85 ટકા, થરાદમાં 90.72 ટકા, દાંતામાં 99.36 ટકા, દાંતીવાડામાં 76.94 ટકા, દિયોદરમાં 87.85 ટકા, ધાનેરામાં 75.88 ટકા, પાલનપુરમાં 80.96 ટકા, ભાભરમાં 82.19 ટકા, લાખણીમાં 76.90 ટકા, વડગામમાં 93.66 ટકા, વાવમાં 76.29 ટકા અને સુઇગામમાં 100.82 ટકા 2022નો એવરેજ વરસાદ નોંધાયો છે.


જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 29 મિમી, કાંકરેજમાં 02 મિમી, ડીસામાં 22 મિમી, થરાદમાં 04 મિમી, દાંતામાં 48 મિમી, દાંતીવાડામાં 21 મિમી, ધાનેરામાં 34 મિમી, પાલનપુરમાં 29 મિમી, લાખણીમાં 16 મિમી અને વડગામમાં 47 મિમી વરસાદ નોંધાયો છે


બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર હેત વરસાવી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં દાંતામાં 48 મિમી એટલે કે સવા બે ઇંચ અને ધાનેરામાં 34 મિમી એટલે કે પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

 

Download Our B K News Today App



Related News