બનાસકાંઠામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-04 15:45:08
  • Views : 72
  • Modified Date : 2024-07-04 15:45:08

બનાસકાંઠામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. પાલનપુર – અંબાજી હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વીરપુર પાટિયા નજીક પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે.બીજી તરફ ભારે વરસાદના પગલે દાંતામાં પણ અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. દાંતામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલ માટે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતા સમસ્યા યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. જો કે 25 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે.મહેસાણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કડીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડરબ્રિજમાં 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કડીના દડી સર્કલ, થોળ રોડ, જકાતનાકા, માર્કેટ યાર્ડ રોડ વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Download Our B K News Today App



Related News