કોરોનાનું સંક્રમણ વધતા કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું, માત્ર મુસાફરોને જ એન્ટ્રી અપાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 15:48:07
  • Views : 270
  • Modified Date : 2021-04-10 15:48:07

    કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઇને અનેક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર પણ ભીડ ભેગી ના થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશનની અંદર હવે માટે મુસાફર એકલો જ જઈ શકશે. કોરોના ના વધતા સંક્રમણને લઈને લોકો ઓછા એકઠા થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

    કોરોનાના કેસ વધી રહી રહ્યા છે જેને કારણે અમદાવાદ બહાર જતા લોકોની સંખ્યા વધી છે. પરંતુ જ્યારે મુસાફર રેલ્વે દ્વારા બહાર જાય ત્યારે તેની સાથે સ્વજન કે અન્ય વ્યક્તિઓ આવતા હોય છે અને ભીડ ભેગી થતી હોય છે. જેથી ભીડ ભેગી ના થાય તે માટે રેલ્વે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પર પ્લેટ ફોર્મ ટિકિટનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે.

​​​​​​​    અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર 975થી વધુ કેસ નોંધાયા છે. શુક્રવાર સુધીમાં 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 1316 નવા કેસ અને 504 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 12 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,410 પર પહોંચ્યો છે. અમદાવાદમાં ગઈ કાલે 975 કેસ નોંધાયા હતા.આ સાથે જ રેલ્વે સ્ટેશન પર પણ મુસાફર સિવાય અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવાનો બંધ કરવામાં આવ્યો છે. અગાઉ પણ કેસ વધતા પ્લેટ ફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી હતી જે બાદ કેસો પર નિયંત્રણ આવતા ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતી અને હવે ફરીથી કેસો વધતા ટિકિટ વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.



Download Our B K News Today App



Related News