અંબિકા ફાયર ક્રેકર્સમાં IT વિભાગના દરોડા, કરોડો રુપિયા મળી આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 14:26:58
  • Views : 116
  • Modified Date : 2023-11-20 14:26:58

અમદાવાદમાં અંબિકા ફાયર ક્રેકર્સમાં IT વિભાગના દરોડા યથાવત છે. રાયપુર, શિવરંજની અને SG હાઇવે સહિત તમામ સ્થળો પર તપાસ હાથ ધરાઇ છે. અંબિકા ક્રેકર્સમાં કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળે તેવી શક્યતા છે. તો સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી કે 5થી 7 કરોડ જેટલી રકમ મળી આવી છે.અમદાવાદમાં દિવાળીનો તહેવાર તો પૂર્ણ થઇ ગયો છે. જો કે ફટાકડાની દુકાનોમાં હજુ પણ વેચાણ થઇ રહ્યુ છે.જો કે બીજી તરફ IT વિભાગે જાણીતા અંબિકા ફાયર ક્રેકર્સમાં દરોડા પાડ્યા છે. કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળવાની શક્યતાને ધ્યાને રાખી દરોડા પાડવામાં આવ્યો છે. તમામ શક્યતા અને આર્થિક વ્યવહારોને ધ્યાને રાખી IT વિભાગે તપાસ કરી છે.અંબિકા ક્રેકર્સના કમલેશ મોદી સાથે સંકળાયેલા લોકોની પણ પૂછપરછ હાથ ધરાઇ છે. દિવાળીના તહેવાર દરમિયાન અંબિકા ક્રેકર્સમાં કરોડો રુપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જો કે કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા છે.

Download Our B K News Today App



Related News