સુજલામ સુફલામ્‌ કેનાલમાં પાણી ચાલુ રાખવા તાલુકા સદસ્યની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-12 12:24:37
  • Views : 327
  • Modified Date : 2021-07-12 12:24:37

     સુજલામ સુફલામ કેનાલ દિયોદર લાખણી કાંકરેજના ગામડાઓના ખેડૂતોને ખૂબ જ આશીર્વાદ રૂપ બની રહી છે ત્યારે ઉનાળુ સિઝન દરમિયાન ચાંગા પંપીંગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતો પણ ઉનાળુ સિઝન દરમિયાન વાવેતર લઈ શક્યા હતા. પરંતુ ફરીથી બીજી જુલાઈના રોજ અચાનક કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા અને વાવણી લાયક વરસાદ ના આવતા કેનાલ આધારિત ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની રહે છે ત્યારે કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ભૂગર્ભજળ પણ ઓછું ખેંચાય જેથી ભૂગર્ભ જળમાં પણ ફાયદો થઈ શકે જેથી ભૂગર્ભ જળ પણ દિવસે ને દિવસે ઉંડા જતા અટકી શકે તેમ છે  જેથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તેવી સોની તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખી માંગ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News