જામનગરમાં આરોપીને છોડી મુકવા CMOના ઓફિસરનું નામ આપવું ભારે પડ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-13 15:06:41
  • Views : 109
  • Modified Date : 2023-08-13 15:06:41

જામનગરના આરોપીને છોડી મુકવા CMOના ઓફિસરનું નામ આપવાનું ભારે પડ્યુ છે. પોલીસને ફોન કરી આરોપીએ મુખ્યમંત્રી કાર્યાલયનો હવાલો આપ્યો હતો. આરોપીએ સાયબરના ગુનામાં પકડાયેલાઆરોપીને છોડવાની ભલામણ કરી હતી. નિકુંજ પટેલ નામના શખ્સે મુખ્યમંત્રી કાર્યાલયના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી હતી. આરોપી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ આ અગાઉ રાજકોટના વોર્ડ નંબર-5ના ભાજપના મહિલા કોર્પોરેટર વજી ગોલતરના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાની ઓળખ ભાજપના કોર્પોરેટર તરીકે આપી હતી. ઘટનાની વાત કરીએ તો, ગત 2 જુલાઈના રોજ સંતકબીર રોડ મંછાનગર શેરી નંબર 10માંથી કચરાના ઢગલામાંથી માનવભ્રુણ મળી આવ્યું હતું. જે મુદ્દે મહિલા કોર્પોરેટરના પતિ કવા ગોલતરે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

Download Our B K News Today App



Related News