સરકારી ઓફિસોમાં એજન્ટોથી સાવચેત રહેવા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડો , ગુજરાત હાઈકોર્ટની ટકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 10:56:03
  • Views : 222
  • Modified Date : 2022-07-21 10:56:03

સરકારી ઓફિસોમાં એજન્ટોથી સાવચેત રહેવા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડો , ગુજરાત હાઈકોર્ટની ટકોર

સરકારી ઓફિસોમાં કામ કરાવવા માટે ચાલતા એજન્ટ રાજને બંધ કરાવવા માટે હાઈકોર્ટમાં એક અરજી કરાઇ હતી. જેમાં રજૂઆત કરાઇ હતી કે, સરકારી ઓફિસોમાં કામ માટે આવતા સામાન્ય લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સાઓ બની રહ્યાં છે. આથી, ગુજરાત હાઇકોર્ટે ચીફ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના અગ્ર સચિવને નિર્દેશ આપ્યો હતો કે, 'સરકારી ઓફિસોમાં એજન્ટ રાજ બંધ કરાવો.'

મહેસૂલ સહિતના વિભાગો માટે માર્ગદર્શિકા હોવી જરૂરી : HC

હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું કે, 'મહેસૂલ સહિતના વિભાગો માટે માર્ગદર્શિકા હોવી જરૂરી છે. એજન્ટોથી સાવચેત રહેવા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડો.'

એક પિતા-પુત્રએ એજન્ટોના કારનામાનો વીડિયો કર્યો હતો વાયરલ

તમને જણાવી દઇએ કે, બનાસકાંઠામાં પિતા-પુત્રએ કલેક્ટર ઓફિસમાં ચાલતા એજન્ટોના કારનામાનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અરજદાર પિતા-પુત્રએ રજૂઆત કરી હતી કે, 'અરજદારો એજન્ટ દ્વારા થતી છેતરપિંડીનો ભોગ બન્યા છે. એજન્ટોએ તેમની સામે રૂઆબ જમાવતા કહ્યું હતું કે, અમારે ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે ઘરોબો છે તમારું કામ પતી જશે.' પરંતુ એજન્ટે પૈસા પડાવી લીધા અને કામ ન હોતું કર્યું. આથી, પિતા-પુત્ર બંનેએ સોશિયલ મીડિયામાં એક વીડિયો મુક્યો હતો. જેના લીધે મામલતદારે બંને વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં બદનક્ષીનો દાવો કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ સ્થાનિક લોકોના વિવાદ બાદ બદનક્ષીની કાર્યવાહી પરત ખેંચી લેવાઇ હતી.

એજન્ટોથી સાવચેત રહેવા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડો : HC

આથી, પિતા-પુત્રની અરજી મુદ્દે હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું કે, 'સામાન્ય નાગરિકોને સરકારી કામ કરાવવા એજન્ટનો સહારો લેવો પડે તે યોગ્ય નથી. એજન્ટોથી સાવચેત રહેવા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડો.

 

 

Download Our B K News Today App



Related News