અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ મથકમાં આઇસોલેશન રૂમ બનાવાયા, 5 નોર્મલ, 2 ઓક્સિજન બેડ સાથે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 13:38:09
  • Views : 235
  • Modified Date : 2021-04-24 13:38:09

     શહેરમાં સૌપ્રથમ વખત રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. 5 નોર્મલ આઇસોલેશન બેડ અને 2 ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યાં છે. ખાસ કરીને પોલીસકર્મીને કોરોનાની અસર થતાં તે ઘરે આઇસોલેશનમાં ના રહી શકે, તેથી તેને અહીં રાખવામાં આવશે. બીજી તરફ 2 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ હતી. દિવસ દરમિયાન ડોક્ટર 3 વખત વિઝિટ કરશે. જે પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.

     શહેરમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી, લોકોને ઓક્સિજન મળતો નથી. એવામાં શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. રામોલ પીઆઇ કે. એસ. દવેએ ડોક્ટર અને લોકોનો સહયોગ મેળવી પોલીસ સ્ટેશન નજીક જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

    આમ, મહત્ત્વની વાત એ છે કે જે પણ પોલીસકર્મીને કોરોનાની અસર થશે તેમને તાત્કાલિક સારવાર માટે આઇસોલેશન રૂમમાં રાખવામાં આવશે. તેમને જરૂરી દવા અને ડોક્ટર દ્વારા દિવસમાં ત્રણવાર તપાસવામાં આવશે. આમ, વધુ તકલીફ પડશે તો ઓક્સિજન વ્યવસ્થા કરવામાં આવી છે. આમ વધુ તકલીફ પડશે તો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં પોલીસ માટે સૌપ્રથમ વખત કોઈ પોલીસ સ્ટેશનમાં આવી વ્યવસ્થા થતાં પોલીસબેડામાં આનંદની લાગણી ફેલાઇ છે.

    આ અંગે ઝોન 5ના ડીસીપીએ જણાવ્યું હતું કે પહેલાં બાપુનગરમાં આઇસોલેશન રૂમ બનાવ્યો હતો જોકે પહેલીવાર ઓક્સિજન સહિત અન્ય સુવિધાઓ સાથે આ પ્રથમ વ્યવસ્થા પોલીસ માટે ગોઠવાઈ છે. ગત કોરોનામાં પોલીસ માટે ગત કોરોના સીઝનમાં પોલીસ માટે અમુક હોસ્પિટલમાં અલગ બેડ રિઝર્વ કરવામાં આવ્યાં હતાં. જે-તે સમયના ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સીપી અજય તોમરે વ્યવસ્થા ગોઠવી હતી. જોકે આ વખતે શહેરમાં કોઈ અધિકારીએ વ્યવસ્થા ન કરતાં પોલીસનું કોઈ રણીધણી થતું ન હોવાની પોલીસબેડામાં ચર્ચા છે. દાખલ પણ કરતા નથી, તેથી આ વખતે પોલીસને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ ગલ્લાતલ્લા થઈ રહ્યા હોવાની ચર્ચા છે.


Download Our B K News Today App



Related News