ડીસા તાલુકાના વિરુણા ગામે રહેતા ઈસમોએ ગામની જ એક મહિલાને કેમ અમારા વિરુદ્ધ અરજી કરો છો તેમ કહી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિત મહિલાના પુત્રએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 11:28:05
  • Views : 260
  • Modified Date : 2022-06-18 11:28:05

 ડીસા તાલુકાના વિરુણા ગામે રહેતા ઈસમોએ ગામની જ એક મહિલાને કેમ અમારા વિરુદ્ધ અરજી કરો છો તેમ કહી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પીડિત મહિલાના પુત્રએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

 

ડીસા તાલુકાના વિરુણા ગામે રહેતા મુકેસજી કાળાજી પરમાર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે  તેમની માતા દિવાળી બેન સાથે ઘરે હતા તે દરમિયાન ગામના જ કાનાભાઈ હરદાસભાઈ પરમાર, તેમની પત્ની ગંગાબેન અને દીકરો વિક્રમભાઈ હાથમાં લાકડી અને ધોકો લઈ આવ્યા હતા અને દિવાળી બેનને કહેવા લાગેલ કે કેમ અમારા સબન્ધી વિરુદ્ધ અરજીઓ આપો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગતા દિવાળીબેને અપશબ્દો ના બોલવાનું કહેતા આ તમામ ઉશ્કેરાઇ ગયેલા લોકોએ ધોકા અને લાકડી વડે હુમલો કરતા ઇજાઑ પહોંચાડી હતી. જેના કારણે દિવાળીબેન બેહોશ થઈ જમીન ઉપર ઢળી પડ્યા હતા..જોકે બનાવના પગલે દિવાળીબેનના પુત્ર મુકેશભાઈ બીકના માર્યા છુપાઈ ગયા હતા ત્યારબાદ આ ઈસમોએ જતા જતા દિવાળીબેનને જાનથી મારી નાખવાણી ધમકી આપી હતી.. જોકે બાદમાં આ બનાવ  બાબતે મુકેશભાઈએ તેમના મામા સહિતના લોકોને જાણ કરી હતી..જેઓ ઘટનાસ્થળે પહોંચી તેમની માતાને સારવાર અર્થે ડીસા સિવિલ ખાતે લઈ ગયા હતા અને આ મામલે મુકેસજી કાળાજી પરમારે ડીસા તાલુકા પોલીસ મથકે કાનાભાઈ હરદાસભાઈ પરમાર,ગંગાબેન કાનાભાઈ પરમાર,વિક્રમ કાનાભાઈ પરમાર અને દિનેશભાઇ કાનાભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News