રાનેર નજીક રસ્તે ચાલવા બાબતે માર મારતા ઇજાગ્રસ્ત ઇસમે ડીસા તાલુકા પોલીસ મથકે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 11:15:12
  • Views : 262
  • Modified Date : 2022-07-13 11:15:12


કાંકરેજ તાલુકા ના રાનેર ગામે રહેતા અને કોરી ચલાવતા ઇસમ ને   ગાડી માં આવેલ ચારેક ઈસમો એ તું અહીં થી કેમ ચાલે છે તેમ કહી ગાળો બોલી માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી  આ મામલે ઇજાગ્રસ્ત ઇસમે ડીસા તાલુકા પોલીસ મથકે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે 


આ ફરિયાદ ની વિગત અનુસાર ડીસા નજીક આવેલા રાનેર ગામે રહેતા ૪૮ વર્ષીય  રાજેશકુમાર પીરાજી ઠકકર છત્રાલા ગામે રેતીની કોરી ચલાવે છે જેઓ પોતાનું મોટરસાયકલ લઈ કોરી થી પરત રાનેર તરફ આવી રહ્યા હતા અને સમો ગામની નહેર ના રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમની પાછળ આવી રહેલા કિયા કાર ચાલકે હોર્ન મારતા તેઓ એ બાઇક સાઈડ માં ઉભું રાખેલ અને તે દરમિયાન પાછળ આવી રહેલા કાર ચાલક તેમની નજીક આવી કાર  ઉભી રાખેલ અને કારમાંથી ચારેક ઈસમો મોઢું બાંધી નીચે ઉતરેલા અને તેમાન એક ઇસમે તેમેન કહેલ કે તું અહીંયાથી આ રસ્તે  કેમ નીકળે છે તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ જોકે રાજેશભાઇ એ અપશબ્દો બોલવાની ના પાડતા આ તમામ ઈસમો ઉશ્કેરાઈ ગયેલા અને તેમના ઉપર હુમલો કરી લાકડી અને ધોકા વડે માર મારવા લાગલે જોકે હુમલોના પગલે જપાજપી માં એક ઇસમ ના મોઢે થી બાંધેલું છૂટી જતા રાજેશભાઇ તે ઇસમ


વિષ્ણુજી શકરજી ઠાકોર ઊંજા વાળો હોવાનું જણાયું હતું જોકે હુમલા ના પગલે રાજેશભાઇ એ બુમો  પાડતા આ ઈસમો કાર ચાલુ કરી હતી અને આ કાર રાજેસભાઈ ઉપર ચડાવવા જતા તેઓ નજીક માં આવેલી નહેર માં કૂદી પડ્યા હતા જોકે અચાનક થયેલા હોબાળો ને પગલે આસપાસ ના લોકો દોડી આવેલા જોકે જતા જતા ઈસમો એ રાજેશભાઇ ને કહેલ કે આજે તું બચી ગયો હવે તું મળશે તો તને  જીવતો નહિ છોડિયે તેમ કહી કાર લઈ ફરાર થઈ ગયેલા જોકે આ બનાવ ના પગલે રાજેશભાઇ એ તેમના પરિવારજનો ને સઘળી હકીકત જણાવી આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે વિષ્ણુજી શકરજી ઠાકોર રહે.વિશોલ તા ઊંજા વાળા તેમજ અન્ય ત્રણ ઈસમો મળી ચાર સામે ફરિયાદ નોંધવાતા પોલીસ તેમની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે


Download Our B K News Today App



Related News