અમીરગઢના કિડોતરના માથાભારે ઇસમોના ત્રાસથી પરિવારની હિજરત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:34:14
  • Views : 478
  • Modified Date : 2019-05-04 11:35:11

અમીરગઢ તાલુકાના કિડોતર ગામનો એક પરિવાર માથાભારે શખ્સોના ત્રાસથી હિજરત કરી પાલનપુર કલેકટર કચેરીએ ધામા નાખતાં ઉત્તેજના પ્રસરી છે.અમીરગઢ તાલુકાના કિડોતર ગામનો એક પરિવાર માથાભારે શખ્સોના ત્રાસથી હિજરત કરી પાલનપુર કલેકટર કચેરીએ ધામા નાખ્યા છે. આ અંગે હનિફભાઇ રસુલભાઇ મુસ્લાએ જણાવ્યું હતુ કે, ગામના આઠ શખ્સો છેલ્લા ત્રીસ વર્ષથી અમને પરેશાન કરે છે. વારંવાર હૂમલા કરવામાં આવે છે. આ અંગે અગાઉ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ આરોપીઓના નામજોગ ફરિયાદ લેતી નથી. આથી અમારી માંગણી છે કે, આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે, બાકી રહેતા ચાર આરોપીઓના નામ એફઆરઆઇમાં ઉમેરવામાં આવે અને અમારા પરિવારને પોલીસ રક્ષણ પુરૂ પાડી ગામમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. 


Download Our B K News Today App



Related News