રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર - 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-08 18:21:07
  • Views : 73
  • Modified Date : 2024-06-08 18:21:07

 ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ધોરાજી નજીક આવેલા ભાદર – 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યુ છે. ભાદર -2 ડેમમાંથી પાણી કેનાલ મારફતે સિંચાઇ માટે છોડવામાં આવ્યું છે. 140 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું છે. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ પાણીની માગ કરી છે. ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી અને ભાદર -2 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે. કપાસમાં મગફળી,સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને લાભ થશે.બીજી તરફ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટર નોંધાઈ છે. જો કે સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યૂસેક છે. પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા છે.

 

Download Our B K News Today App



Related News