ઇટાદરા કોંગ્રેસના ઉમેદવારને ભાજપ ભોળવી ગયું ? કે ઇરાદા પૂર્વક ગયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-18 11:09:07
  • Views : 361
  • Modified Date : 2021-02-18 11:09:07

ચૂંટણીમાં પહેલા પરિણામ આવતા હતા, ત્યારબાદ તડજાેડની રાજનીતિ થતી હતી. પરંતુ હવે ચૂંટણી પહેલા જ આ કામગીરી શરૂ કરાય છે.માણસા તાલુકા પંચાયતમાં ઇટાદરા બેઠકના કોંગી ઉમેદવારે ચૂંટણી પહેલા ભાજપને ટેકો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ એક જ કલાકમાં તેમને બ્રહ્મજ્ઞાન થતા પાછા કોંગ્રેસમાં આવી ગયા હતા અને પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો.
માણસા તાલુકા પંચાયતની ઇટાદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિપક શામળભાઇ
પટેલ ચૂંટણી મેદાનમાં
ઝંપલાવ્યુ છે. પરંતુ મંગળવાર બપોરના સમયે દિપકભાઇ જ્યારે મામલતદાર કચેરીમા ફોર્મ ચકાસણી દરમિયાન ગયો હતો. જ્યાં અમિત ચૌધરી સહિત અન્ય ભાજપના આગેવાનો હાજર હતા. તે દરમિયાન દિપકભાઇ ભાજપમાં જાેડાઇ ગયા હતા. કોંગ્રેસન ચાલુ ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરતા હડકંપ મચી ગયો હતો.
આ બનાવને લઇને સ્થાનિક કોંગી આગેવાનો દોડી ગયા હતા. અને ઉમેદવારને
પરત કોંગ્રેસમાં ખેંચી લીધો હતો. આ બાબતે સમગ્ર
પંથકમાં એવી ચર્ચા થઇ હતી કે, દિપકભાઇ રૂપિયા ૨૫ લાખ લઇને ભાજપમા જાેડાઇ ગયા છે. આ પ્રકારની વાત વહેતી થતા એક જ કલાકમા કોંગી ઉમેદવારને પોતાના હાથે પકડેલા કમળને પાછુ મુકી દીધું હતું. ત્યારબાદ પોતાનો વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મને ભાજપના નેતાઓ સમજાવીને લઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, તારુ આ
પાર્ટીમાં ભવિષ્ય નથી. તેમની વાતોમાં આવીને ગયો હતો, પરંતુ ત્યારબાદ હું કોંગ્રેસનો જ સેવક છું અને કોગ્રેસમાં જ રહીશ. પરંતું એક ચર્ચા એવી પણ થઇ રહી છે કે, ખરેખર ઉમેદવારને ભાજપ ભોળવી ગયું હતું કે ઇરાદાપૂર્વક ગયા હતા.

Download Our B K News Today App



Related News