નથી મળતું IPO નું Allotment, તો અપનાવો આ 5 ટ્રિક્સ, ચોક્કસ લાગશે આઇપીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-01 18:58:00
  • Views : 145
  • Modified Date : 2024-10-01 18:58:00

આજ કાલ જેને IPO લાગે છે લોકો તેને લકી માનવા લાગે છે, આપણા માંથી કેટલાઇ એવા લોકો છે વર્ષો સુધી IPO ભરે છે પરંતુ તેમને અલોટમેન્ટ લાગતું નથી, આજે અમે તમને 5 ટ્રિક્સ જણાવી રહ્યા છે, જેના દ્વારા તમને IPO લાગવાની સંભાવના વધી જાય છે.જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારતનું IPO માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, તેથી તેમાંથી કમાણી કરનારાઓનો રસ પણ વધી રહ્યો છે. દરરોજ એક નવો IPO માર્કેટમાં આવે છે અને તેને શેરબજારમાં અદભૂત લિસ્ટિંગ મળે છે.પરંતુ એલોટમેન્ટની વાત કરીએ તો માત્ર નસીબદાર લોકોને જ IPOમાં ફાળવણી મળે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને એલોટમેન્ટ નથી મળતું, તો આજે અમે તમને એવી 5 ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે IPOમાં એલોટમેન્ટ મેળવી શકો છો.કંપનીના IPO માટે નિર્ધારિત પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવ પર બિડ મૂકો. આનાથી એલોટમેન્ટ મળવાની શક્યતા વધી જાય છે. ધારો કે IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 95-100 છે. હવે જે રોકાણકારો 100 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ પર બિડ કરે છે તેઓને શેરની ફાળવણીની તકો વધી છે.ફાળવેલ IPO શેર મેળવવાની તકો વધારવાની એક રીત છે એક કરતા વધારે ખાતાઓમાંથી અરજી કરવી. એક ખાતામાંથી મહત્તમ બિડ સાથે IPO માટે અરજી કરશો નહીં. તેના બદલે બહુવિધ ખાતાઓમાંથી અરજી કરો. ઓવરસબ્સ્ક્રાઇબ્ડ IPOના કિસ્સામાં, આ કરવું વધુ મહત્વનું છે.સેબીના નિયમો અનુસાર, રૂ. 2 લાખથી ઓછી કિંમતની રિટેલ એપ્લિકેશન પરની તમામ અરજીઓને સમાન ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઓવરસબ્સ્ક્રાઇબ થવાની શક્યતા વધુ હોય તેવા IPOમાં મોટી બિડ લગાવવાને બદલે, વધારે એકાઉન્ટ્સ દ્વારા બિડ મૂકવી જોઈએ.IPO ફોર્મ ભરવા માટે ઉતાવળ કરશો નહીં. રોકાણકારે રકમ, નામ, ડીપી આઈડી, બેંક વિગતો જેવી માહિતી યોગ્ય રીતે ભરવી જોઈએ. આમ કરવાથી, તકનીકી અસ્વીકારનું જોખમ ટળશે, આઇપીઓ લાગવાની શક્યતા વધી જશે.ડીમેટ ખાતામાં પેરેન્ટ કંપનીનો ઓછામાં ઓછો એક શેર રાખવાથી રોકાણકાર શેરહોલ્ડર કેટેગરી દ્વારા અરજી કરવા માટે હકદાર બનશે. જો કે, આ માત્ર ત્યારે જ લાગુ થશે જ્યાં IPO લાવનાર કંપનીની પેરેન્ટ અથવા હોલ્ડિંગ કંપની પહેલેથી જ માર્કેટમાં લિસ્ટેડ હોય. જો તે કંપનીએ તેના શેરધારકો માટે IPOમાં થોડો હિસ્સો અનામત રાખ્યો હોય, તો શક્યતાઓ વધુ વધે છે. Tata Tech IPOની જેમ, અમુક શેર ટાટા મોટર્સના શેરધારકો માટે આરક્ષિત છે.

 

Download Our B K News Today App



Related News