પાલનપુરમાં આઇપીએલ ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 10:46:11
  • Views : 445
  • Modified Date : 2019-04-27 10:46:11

ભૂજ આર.આર.સેલની ટીમે પાલનપુરની પરફેકટ રેસિડેન્સીમાં ગુરૂવારે મોડીરાત્રે ઓચિંતો છાપો મારી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર રમાતાં સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. જ્યાંથી પાલનપુર અને પાટણના સાત નબીરાઓને સટ્ટો રમતાં રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસે મોઘીદાટ બે કારો, રોકડ રકમ તેમજ ઇલેકટ્રીક સાધનો મળી કુલ રૂપિયા ૨૦,૦૬,૧૫૦નો મુદ્દામાલ કબ્જે લઇ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સરહદી રેન્જ ભૂજના પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલાની સૂચનાથી આર. આર. સેલના પીએસઆઇ જી. એમ. હડીયાએ એએસઆઇ અંબાલાલને મળેલી બાતમીના આધારે સ્ટાફના મેઘજીભાઇ, વિપુલભાઇ, શિવરાજસિંહ, જયદિપસિંહ સાથે પાલનપુર- ડીસા હાઇવે નજીક આવેલી પરફેકટ રેસિડેન્સી સોસાયટીમાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં હિતેન્દ્રકુમાર ઉર્ફે હિતેશ નાનજીભાઇ ચૌધરીના મકાનમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં સાત નબીરાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી બે વાહનો, ઇલેકટ્રીક ઉપકરણો, મોબાઇલ ફોન સહિત રૂપિયા ૨૦,૦૬,૧૫૦નો મુદ્દામાલ કબ્જે લઇ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


Download Our B K News Today App



Related News