શેરબજારમાં રજાના દિવસે પણ રોકાણકારોએ કરી કરોડો રૂપિયાની કમાણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 17:22:45
  • Views : 95
  • Modified Date : 2024-03-02 17:22:45

આજે 2 માર્ચના રોજ શેરબજાર શનિવારે પણ ખુલ્યું હતું, શેરબજારમાં 'સ્પેશિયલ ટ્રેડિંગ સેશન'ના કુલ 2 સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 60 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 22,350ની ઉપર ગયો હતો.સ્ટોક માર્કેટમાં આજે જોરદાર ખરીદી જોવા મળી હતી. તેના કારણે રોકાણકારોની સંપત્તિમાં આજે અંદાજે 1.81 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE મિડકેપ ઈન્ડેક્ષ 0.67 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્ષ 0.70 ટકના વધારા સાથે બંધ થયા હતા.  પહેલા શુક્રવારના રોજ સેન્સેક્સ અને નિફ્ટી તેમના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. સેન્સેક્સ રેકોર્ડ 73,860.12 પોઈન્ટ પર પહોંચ્યો અને નિફ્ટી 22,395 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો. શેરબજારોમાં આજે પહેલું સેશન 'પ્રાઈમરી સાઈટ' પર સવારે 9:15 થી 10:00 સુધી અને બીજું સેશન 'ડિઝાસ્ટર રિકવરી' પર સવારે 11:30 થી 12:30 વાગ્યા સુધી ખુલ્યું હતું.આજના ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 60.80 પોઈન્ટ વધીને 73,806.15 પર બંધ થયો હતો. NSE ઈન્ડેક્સ નિફ્ટી 39.65 પોઈન્ટ્સના વધારા સાથે 22,378.40 ના સ્તર પર બંધ થયા છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કે આજે 394.06 લાખ કરોડ થયું છે. BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે અંદાજે 1.81 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 1.81 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સેન્સેક્સના 30 માંથી 15 શેર આજે વધારા સાથે બંધ થયા હતા. તેમાં ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધારે 3.43 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News