માત્ર 100 રૂપિયાની બચત કરીને રોકાણ શરૂ કરી શકાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-26 10:03:46
  • Views : 73
  • Modified Date : 2023-12-26 10:03:46


પૈસાનું રોકાણ કરવાના ઘણા ફાયદા હોય છે. તે નાણાકીય સ્થિરતા સાથે ઈમરજન્સી ફંડ બનાવવામાં મદદ કરશે. હાલમાં લોકો SIP અને PPFમાં રોકાણ કરવામાં વધુ રસ ધરાવે છે. જો તમને લાગે છે કે રોકાણ માટે મોટી રકમની જરૂર છે, તો જાણી લો કે એવું નથી. તમે દરરોજ માત્ર 100 રૂપિયાની બચત કરીને રોકાણ શરૂ કરી શકો છો.આપણે હવે થોડા દિવસોમાં નવા વર્ષમાં પ્રવેશવા જઇ રહ્યા છીએ.દર વર્ષે આપણે કંઈક સારું અને મોટું પ્રાપ્ત કરવા માટે સંકલ્પ લેતા હોઇએ છીએ. ત્યારે તમે પણ વર્ષ 2024માં નાણાંની યોગ્ય જગ્યાએ બચત કરવાનો સંકલ્પ લઇને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા તરફ ડગ માંડી શકો છો. તેના માટે તમારે દરરોજ માત્ર 100 રૂપિયાની બચત કરીને રોકાણ શરૂ કરવાનું રહેશે.દૈનિક 100 રુપિયાની બચત કરીને દર મહિને 3 હજાર અને વર્ષમાં 36 હજાર રુપિયાનું રોકાણ કરી શકાય છે. જો તમે એક વર્ષમાં PPFમાં 36 હજાર રૂપિયાનું રોકાણ કરો તો 15 વર્ષમાં તમારા રોકાણની રકમ 5 લાખ 40 હજાર રૂપિયા થઈ જશે. હાલમાં PPF એકાઉન્ટ પર 7.1% વ્યાજ દર આપવામાં આવે છે. 15 વર્ષમાં 7.1%ના વ્યાજ દર મુજબ તમારું વળતર 4 લાખ 36 હજાર 370 રૂપિયા થશે. મેચ્યોરિટી પર તમને રોકાણની રકમ અને વ્યાજની રકમ મળીને કુલ 9,76,370 રુપિયા મળશે. આ રોકાણમાં ખૂબ જ ઓછુ જોખમ રહેલુ છે.તમે દરરોજ 100 રૂપિયા બચાવો છો અને તેને SIPમાં માસિક રોકાણ કરો છો તો તમે 15 વર્ષમાં કુલ 5,40,000 રૂપિયાનું રોકાણ કરી શકશો. સામાન્ય રીતે SIP 12 ટકા વળતર મળે છે આ ગણતરી મુજબ તમે માત્ર 9,73,728નું જ વ્યાજ મેળવી શકો છો. મેચ્યોરિટી પર તમને કુલ 15,13,728 રૂપિયા મળશે. આ નાણાં રોકાણની રકમ કરતાં લગભગ ત્રણ ગણાં છે.એટલે જો તમે PPFમાં 5 લાખ 40 હજાર રુપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષે તમને 9,76,370ની મેચ્યોરિટી રકમ મળશે. જ્યારે SIPમાં રોકાણ કરશો તો તમે તેનાથી 15 લાખ 13 હજાર 728 રુપિયા કમાઈ શકો છો. જો કે SIPમાં રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાંતની સલાહ જરુર લો.

Download Our B K News Today App



Related News