માત્ર 3 હજાર રૂપિયાની બચત કરીને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો રોકાણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-21 15:58:11
  • Views : 110
  • Modified Date : 2023-11-21 15:58:11

જો તમે લોન્ગ ટર્મ માટે કોઈપણ સ્કીમમાં ઈન્વેસ્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આજે આપણે એક શાનદાર સ્કીમ વિશે જાણીશું. તમારે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણ કરવું પડશે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ રિસ્ક સાથે હોય છે, પરંતુ સારૂ રિટર્ન પણ મળે છે.એવી ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે જેના દ્વારા લોકોને સારું વળતર મળ્યું છે. સાથે જ લોકો હવે તેમની બચતનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરી રહ્યા છે. જો તમે તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન બની શકે છે.તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરીને મેચ્યોરિટી સમયે 1 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ એકઠું કરી શકો છો. આપણે ઈન્વેસ્ટમેન્ટનું ગણિત સમજીએ કે, જેનાથી માત્ર 3,000 રૂપિયાની બચત કરીને 1.1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી શકાય છે.સૌથી પહેલા તમારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં SIP દ્વારા રોકાણ કરવું પડશે. તેમાં દર મહિને 3,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તમારે આગામી 30 વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરવું પડશે.મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરેલા રોકાણ પર જો દર વર્ષે અંદાજે 12 ટકા રિટર્ન મળે તેવી અપેક્ષા રાખવી જોઈએ. આ રીતે તમારો કુલ રોકાણ 10.80 લાખ રૂપિયા થાય છે. તે મૂજબ મેચ્યોરિટી સમયે તમને કુલ 1.1 કરોડ રૂપિયા મળશે.

Download Our B K News Today App



Related News