રખડતા પશુઓ અંગે રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-01 11:27:40
  • Views : 215
  • Modified Date : 2022-04-01 11:27:40

  ડીસા શહેરમાં રખડતા પશુઓને લઈ નગરજનો પરેશાન થઈ ઉઠ્યા છે.. શહેરમાં મોત બનીને જાહેરમાં ફરી રહેલા પશુઓને લીધે અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.. ત્યારે ડીસા શહેરના નાગરિકો રખડતા પશુઓના પ્રશ્નના નિવારણ માટે ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા...

 

ડીસા શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો છે.. વર્ષ દરમ્યાન અસંખ્ય નિર્દોષ લોકો પણ રખડતા પશુઓના લીધે જીવ ગુમાવવો પડી રહ્યો છે.. ત્યારે આજે આ પ્રાણપ્રશ્નને લઈ ડીસા નગરપાલિકા ખાતે ડીસાના નગરજનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.. અને ડીસા શહેરમાં જાહેરમાં રખડતા પશુઓના માલિકો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.. જેમાં જાહેરમાં નાંખવામાં આવતા ઘાસચારાને પણ બંદ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.. ડીસા નગરપાલિકા પ્રમુખ દ્વારા આજે રજૂઆત કરવા માટે આવેલા લોકોને તેમની આ સમસ્યાના નિવારણની ખાતરી આપી હતી..

Download Our B K News Today App



Related News