આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : CM પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બતાવી જોરદાર સ્ફૂર્તિ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં કર્યા યોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-21 10:58:22
  • Views : 203
  • Modified Date : 2022-06-21 10:58:22

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : CM પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બતાવી જોરદાર સ્ફૂર્તિ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં કર્યા યોગ

 

આજે 21 જૂનના રોજ સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં અલગ-અલગ 27 જેટલાં સ્થળોએ યોગા કરવામાં આવશે. આજે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે. ત્યારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા.

આ કાર્યક્રમમાં 10 હજાર જેટલાં નાગરિકો જોડાયા છે. અમદાવાદમાં 44 ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં છે તો વડોદરામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં છે. ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં છે તો મહેસાણામાં જિલ્લાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં છે. જ્યારે ગાંધીનગર ખાતે યોગ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યાં.

રાજકોટમાં પૂર્વ CM રૂપાણીએ યોગ કર્યા

રાજકોટના RKC ગ્રાઉન્ડમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે પૂર્વ CM રૂપાણી, સાંસદ રામ મોકરિયા અને કલેક્ટરે યોગાસન કર્યા. VVIP સાથે અન્ય લોકો પણ યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ થયા.

સુરત મનપા દ્વારા એરપોર્ટ રોડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી

સુરતમાં મનપા દ્વારા એરપોર્ટ રોડ પર કરાઇ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. મેયર અને સાંસદ સહિતના લોકોએ કાર્યક્રમમાં યોગા કર્યા. શહેરમાં અન્ય 49 સ્થળોએ પણ આયોજન કરાયું.

વડોદરાના સમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

વડોદરાના સમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી, કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ, સાંસદ, મેયર, કમિશનર અને શહેર ભાજપ પ્રમુખ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત.

 

Download Our B K News Today App



Related News