આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ : 40+ દેશો માટે 66 સ્થાનિક અને વિદેશી એરલાઇન્સની 3,249 સાપ્તાહિક ફ્લાઇટ્સ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-27 11:22:06
  • Views : 178
  • Modified Date : 2022-03-27 11:22:06

આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ : 40+ દેશો માટે 66 સ્થાનિક અને વિદેશી એરલાઇન્સની 3,249 સાપ્તાહિક ફ્લાઇટ્સ

 

કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રવિવારથી શરૂ થઈ છે. 40 દેશો માટે 6 ભારતીય અને 60 વિદેશી એરલાઈન્સની ફ્લાઈટ શરૂ થશે. ભારતમાંથી સાપ્તાહિક 3,249 ફ્લાઈટ્સ ઉડાન ભરશે, પરંતુ તેમાંથી ચીન માટે એક પણ ફ્લાઈટ નથી.

એરપોર્ટ ઓથોરિટીએ વિમાનમાં સીટો ખાલી રાખવાની અને PPE કિટ પહેરવા જેવા તમામ પ્રતિબંધો હટાવ્યા છે. માત્ર માસ્ક પહેરવું જરૂરી રહેશે. સ્થાનિક અને ઘણી વિદેશી કંપનીઓએ નિયમિત ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સરકારની જાહેરાત બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બુકિંગમાં 30 ટકા અને પૂછપરછમાં 170 ટકાનો વધારો થયો છે.

EasyMyTripના પ્રેસીડેન્ટ હિમાંક ત્રિપાઠીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુકિંગમાં V-આકારની રિકવરીની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, અમારા પ્લેટફોર્મ પર ટિકિટના એડવાન્સ બુકિંગમાં 40-50%નો વધારો થયો છે. મેકમાયટ્રિપના CEO વિપુલ પ્રકાશે જણાવ્યું- 96 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉનાળાની રજાઓ માટે સર્ચ કરવામાં આવી રહી છે. ભારતીય લોકો દુબઈ, થાઈલેન્ડ, માલદીવ, શ્રીલંકા, લંડન અને પેરિસ જેવા સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે.

થોમસ કૂક (ભારત)નાં પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ રાજીવ કાલેએ જણાવ્યું કે એપ્રિલ અને જૂન વચ્ચે ઉનાળાના વેકેશનનું બુકિંગ 25 થી 35 ટકા વધારે છે. આ ઉપરાંત પૂછપરછ પણ 170 ટકા વધી છે. મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને ડેસ્ટિનેશન બુકિંગ પશ્ચિમ યુરોપ, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, ઑસ્ટ્રિયા, ઇટાલી તેમજ યુકે, યુએસએ માટે કરવામાં આવી રહી છે.

ઇન્ડિયન એસોસિયેશન ઑફ ટૂર ઑપરેટર્સના મહારાષ્ટ્ર, દાદરા, નગર હવેલી અને દમણ પ્રદેશના અધ્યક્ષ જિતેન્દ્ર કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકોએ આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને એક્ઝીબિશન યાત્રા કરવાનું શરૂ કર્યું છે. મધ્ય પૂર્વમાં, લોકો આરટી-પીસીઆર ટેસ્ટ અને એક દિવસ ક્વોરેન્ટાઇનની જરૂરિયાતને કારણે ત્યાં જવાનું ટાળી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News