ડીસાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-04 12:33:46
  • Views : 222
  • Modified Date : 2021-12-04 12:33:46

વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે એ 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ'ની ઉજવણીનો હેતુ છે. એની સાથેસાથે જીવનના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સાથે જોડવાથી થઈ શકતા લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ છે.. જે આંતરગર ડીસા ખાતે 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ નિમિત્તે દિવ્યાંગજનો માટે મતદાર કેમ્પનું આયોજન એસ.ડી. બોડાણા.. મામલતદારના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે કાર્યરત સંસ્થામાં ઉજવણી કરવામાં આવી.. જેમાં ચેરમેનરાજુભાઇ ઠાકોર સહિતના કાર્યકરો તેમજ BLO અને દિવ્યાંગ બાળકોના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા... આ પ્રસંગે સ્ટાફ તેમજ  દિવ્યાંગ બાળકો દ્વારા નાટિકા અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News