અમદાવાદ પોલીસબેડામાં 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની સાગમટે આંતરિક બદલીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 17:40:18
  • Views : 51
  • Modified Date : 2025-03-11 17:40:18

અમદાવાદમાં પોલીસબેડા સાગમટે બદલીઓ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલીઓ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે બદલીના આદેશ કર્યા છે. મોટાભાગના પોલીસ સ્ટેશનમાં જે નીચેનો સ્ટાફ હોય છે તેને બદલી દેવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે આ બદલીઓના અનેક કારણો છે. કેટલાક લોકો લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા છે. ASIથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. 

પોલીસ કમિશરે , 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના મહત્ત્વના સ્થળ પર ફરજ બજાવતાં મોટાભાગના સ્ટાફને ફેરવી દેવાયો છે. 

પોલીસ કમિશનરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે કોઇએ વળતો પત્રવ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ જવું. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1500થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News