બનાસકાંઠાના 14 તાલુકાઓમાં કલેકટરના માર્ગદર્શન હેઠળ સઘન સર્વેલન્સ હાથ ધરતા 10 મ્યુકરમાઇકોસિસના કેસો સામે આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-01 12:35:20
  • Views : 272
  • Modified Date : 2021-06-01 12:35:20

     બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓનું ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ હાથ ધરી મ્યુકોરમાઈકોસિસ શંકાસ્પદ દર્દીઓ શોધી તેમની સમયસર યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે જે અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુબ સારી સફળતા મળી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના વાયરસથી થયેલ સંક્રમિત દર્દીઓનું ડોર ટુ ડોર આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની બીજી લહેરમાં કોવિડ પોઝિટિવ ના જિલ્લામાં કુલ 8700 કેસ સામે આવ્યા હતા.

     જેમાંથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોએ  કુલ 6828  દર્દીઓની હોમ ટુ હોમ મુલાકાત લીધી હતી. સઘન સર્વેલન્સમાં ડીસામાં-, દિયોદર, ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ભાભર અને સૂઇગામમાં એક-એક આમ કુલ 10 મ્યુકોરમાઇકોસિસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં હતા. મ્યુકોરમાકોસિસ રોગના દર્દીઓને  તાત્કાલિત ઉત્તમ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા  તેમને હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા છે.

    બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના વડપણ હેઠળ જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસ નામના ફંગસને પ્રસરતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્રારા રોગ પ્રત્યેય લોકોમાં જાગૃત લાવવાના આશયથી જિલ્લામાં વિવિધ જગ્યાએ પેમ્પલેટો પણ વહેંચવામાં આવ્યાં છે અને રોગને ડામવા પૂરતા પ્રયાસો હાથ ધરાયા છેડીસામાં-, દિયોદર, ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ભાભર અને સૂઇગામમાં એક-એક આમ કુલ-૧૦ મ્યુકોરમાઇકોસિસ શંકાસ્પદ દર્દીઓ સર્વેલન્સમાં મળી આવ્યાં છે.

Download Our B K News Today App



Related News