મહેસાણા શહેરમાં ગુજકોમાસોલ દ્વારા ઈન્ટીગ્રેડેટ એગ્રો લોજિસ્ટિક પાર્કનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 13:05:04
  • Views : 65
  • Modified Date : 2024-03-05 13:05:04

મહેસાણાના પાલાવાસણા નજીક ગુજકોમાસોલ દ્વારા ઈન્ટીગ્રેડેટ એગ્રો લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે ગુજકોમાસોલ દ્વારા 65 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. ખેડૂતોને જણસનો વધુ સારો ભાવ મળી રહેશે અને એ દિશામાં આ પગલું ભરવામાં આવ્યુ છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ઈન્ટીગ્રેડેટ એગ્રો લોજિસ્ટિક પાર્કનું ખાતમુર્હૂત કર્યુ હતુ.આ પ્રસંગે મહેસાણાના સાંસદ શારબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુર્હૂત કરતા નીતિન પટેલે કહ્યુ હતુ કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ખેડૂતોને માટે કૃષિ ક્ષેત્રે વિકાસ હાથ ધરાયો છે. ખેડૂતોના લાભ માટે મહેસાણામાં ઉત્પાદથી બજાર સુધીના તમામ બાબતોને લઈ 300 કરોડનો પ્રોજેક્ટ પણ શરુ થનાર છે. ગુજકોમાસોલે ખેડૂતોની આવકને બમણી કરવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યુ છે. જેની શરુઆત મહેસાણાથી થઈ રહી છે.

Download Our B K News Today App



Related News