ઈન્ટાસ ફાર્માસ્યૂટિકલ્સે રોગ પ્રતિકારક શક્તિ વધારતી પેટેન્ટેડ 'થાઈમોટાસ' દવા લોન્ચ કરી, કોરોના સામે મદદરૂપ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 12:54:35
  • Views : 223
  • Modified Date : 2020-11-11 12:54:35

              થાઈમોટાસનું કોવિડ-19ની આદર્શ સારવારમાં અસરકારક-સહાયક તરીકે તબીબી પરી‌ક્ષણ કરવામાં આવ્યું છે. થાઈમોક્વિનોન નાઈજેલા સટિયા( જેને ક્લોંજી અથવા કાળી જીરી તરીકે ઓળખવામાં આવે છે)નું એક્ટિવ બાયોલોજિક કોમ્પોનન્ટ છે. થાઈમોક્વિનોનના ફાયદાકારક ઔષધીય ગુણોની મહાત્તાને સાબિત કરતા અનેકા વૈજ્ઞાનિક પ્રકાશનો ઉપલબ્ધ છે. ઈન્ટાસે વિશ્વમાં પહેલીવાર થાઈમોક્વિનોનને સ્થિર, પ્રમાણભૂત અને રેડી-ટુ-યુઝ ટેબ્લેટ તરીકે વિકસાવી છે.થાઈમોટાસ એંવાઈરલ, એંટિ-બેક્ટેરિયલ, એંટિ-ઈન્ફેલેમેટરી, ઈમ્યુનો-મોડ્યુલેટરી અને એંટિઓક્સિડેંટ તરીકે વિવિધ રીતે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે અને સંક્રમણ સામે લડે છે. SARS-COV2ની સામે ઈન-વિટ્રો એંટિવાઈરલ પરીક્ષણના માધ્યમથી થાઈમોટાસની એન્ટિ-વાઈરલ અસરોને તપાસવામાં આવી છે, જે કોવિડ-19ની આદર્શ સારવારમાં સહાયક દવા તરીકે ઉપયોગ થઈ શકે તેવી પ્રબળ સંભાવના છે. સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને મેડિકલ અફેર્સના હેડ ડો. આલોક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, વર્તમાન મહામારીના સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સંક્રમણ સામે લડવામાં થાઈમોટાસ 12.5 મિલિગ્રામ ખુબ જ ઉપયોગી છે.WHO-GMP સર્ટિફાઈડ પ્લાંટમાં નિર્મિત થાઈમોટાસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ સંક્રમણ અટકાવવામાં ઉપચારક તરીકે દરરોજ ભોજન પછી 12.5 મિલિગ્રામની એક ટેબ્લેટ અથવા ડોક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગ કરવાની ભાલમણ કરવામાં આવે છે. ડોક્ટરની સલાહ મુજબ અથવા સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સારવારમાં આદર્શ સહાયક દવા તરીકે થાઈમોટાસ ટેબ્લેટનો ભોજન પછી દરરોજ 50 મિલિગ્રામ સુધી ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. થાઈમોટાસ દવાને આખી જ ગળવી જોઈએ, તોડવી કે ચાવવી જોઈએ નહીંઈન્ટાસ વિશ્વની અગ્રણી મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કંપનીમાંની એક છે. જે છેલ્લા પાંચ વર્ષમાં આશરે 26% સી.એન.જી.આર.થી વિકાસ કરી રહ્યું છે અને પાછલા નાણાકિય વર્ષમાં બે અબજ ડોલરના આંકને પાર કરી ગયો છે. યુરોપિયન યુનિયન, યુ.એસ., કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા પેસિફિક તેમજ સી.આઈ.એસ તથા એમ.ઈ.એન.એ જેવા દેશોમાં ઉચ્ચ નિયમનકારી બજારોમાં વેચાણા માટે કંપનીએ એકોર્ડ હેલ્થકેરના નામથી પેટાકંપનીનું નેટવર્ક સ્થાપ્યું છે. ઈન્ટાસ વિશ્વભરમાં 85 દેશોમાં હાજરી સાથે વ્યાપક વૈશ્વિક હાજરી ધરાવે છે અને ખાસ કરીને યુ.એસ અને ઈ.યુ.ની નિયમનકારી બજારોમાંથી 69 ટકાથી વધુ આવક ધરાવે છે.ઈન્ટાસ વર્તમાન ભારતીય ફાર્માસ્યુટિકલ બજારમાં 9મું સ્થાન ધરાવતી ખાનગી માલિકીની સૌથી મોટી ભારતીય જેનરિક ફાર્માસ્યુટિકલ કંપની પણ છે. ઈન્ટસે ભારતમાં સી.એન.એસ. કાર્ડિયોવેસ્ક્યૂલર, ડાયબિટીઝ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિ, યુરોલોજી, ઓન્કોલોજીની સારવારના ક્ષેત્રમાં નેતૃત્વ સ્થાપિત કર્યું છે, કંપની ઈ.યુ અને યુ.એસમાં ઓન્કોલોજી સહિત અન્ય હોસ્પિટલ આધારિત ઉપચારાત્મક ક્ષેત્રમાં તેના ઉત્પાદનોની શ્રેણી માટે જાણીતી છે.ઈન્ટાસની સફળતા અને વ્રુદ્ધિમાં ઈન્ટાસના આર.એન્ડ ડી અને ઉત્પાદન ક્ષમતાઓનો ખૂબ મોટો પ્રભાવ રહેલો છે. ઈન્ટાસ 16 સ્થાનો પર ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ધરાવે છે, જેમાંથી 11 ભારતમાં સ્થિત છે જ્યારે અન્ય યુ.કે અને મેક્સિકોમાં સ્થિત છે. આ સુવિધાઓ યુ.એસ.એફ.ડી.એ, ઈ.એમ.એ, ટી.જી.એ. અને અન્ય વૈશ્વિક નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. દર વર્ષે કંપની તેની આવકનો 6.7 ટકા હિસ્સો આર.એંડ ડી.માં રોકાણ કરે છે. વર્તમાનમાં ઈન્ટાસ વિશ્વભરમાં 10000થી વધુ ઉત્પાદનો રજિસ્ટર્ડ છે અને 300+ હાઈ વેલ્યૂ એફ.ટી.એફ./એફ.ટી.એમ, બાયોસિમલર્સ અને એન.ડી.ડી.એસ. માટે કાર્યરત છે

Download Our B K News Today App



Related News