ટ્રાન્સજેન્ડરની જાણ થતા પરિવારે તરછોડેતી પાયલ આજે સિવિલ એન્જિનિયર બની, એનજીઓ શરૂ કરી પોતાના જેવા અનેકને સહારો આપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-14 11:41:37
  • Views : 310
  • Modified Date : 2021-02-14 11:41:37

    અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર અનેક નામી લોકો દીવાલ પર પોતાના ચિત્રો દોરી રહ્યા હતા. જેમાં એક ટ્રાન્સજેન્ડર પણ પોતાની કલા કલર દ્વારા દીવાલ પર ચિત્ર સ્વરૂપે દોરી રહ્યો હતો. પણ આ ટ્રાન્સજેન્ડર એક સમયે ફૂટપાથ પર રહેતો. સાડી પહેરીને ટોલ ટેક્સ પર રૂપિયા ઉઘરાવતો. અને પરિવારે પણ તરછોડ્યો હતો. પણ તેણે મન મક્કમ બનાવ્યું અને પોતાની ફાઇન આર્ટ્સનો અભ્યાસ પુર્ણ કરીને હવે સિવિલ એન્જિનિયર છે. તેના જેવા લોકો રસ્તા પર ન રહે તે માટે હવે તે સતત કામ કરી રહ્યો છે.

    અમદાવાદ સાબરમતી જેલની બહાર દીવાલ પર ભીતચિત્ર દોરવા માટે રાજકોટથી અનેક કલાકારો આવ્યા હતા. જેમાં એક ટ્રાન્સજેન્ડર પાયલ પણ સામેલ છે. પાયલ દીવાલ પર આદિવાસી ઢબની ચિત્ર બનાવ્યું હતું. ત્યારે તેના ચિત્ર કરતા તેની જીવનની કહાની અનેક લોકો માટે પ્રેરણા દાયક છે. પાયલે દિવ્યભાસ્કરને જનવ્યું કે, તેને ફાઇન આર્ટ્સ અને બીઈ સિવિલનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટથી અહીંયા પેઇન્ટિંગ કરવા માટે આવી છે. તે ટ્રાન્સજેન્ડર છે એટલે તેને કોઈ પેઇન્ટિંગ ખરીડતું નથી અથવા કોઈ ખાસ કામ આપતું નથી પણ તે જ્યારે પણ મોકો મળે ત્યારે આ ગ્રૂપ સાથે પેઇન્ટિંગ કરે છે.

    પાયલે વધુમાં જણાવ્યું કે, તે જન્મથી જ ટ્રાન્સજેન્ડર છે અને આદિવાસી વિસ્તારની છે. તેના માતા પિતાએ ટ્રાન્સજેન્ડર હોવાના કારણે તેને તરછોડી દીધી હતી. જેથી ઘરેથી નિકળીને રાજકોટ પહોંચી હતી. રાજકોટમાં તે એક સપ્તાહથી વધુ રસ્તા પર ફૂટપાથ પર પડી રહી હતી. ત્યારે બે કિન્નર તેને મળ્યા અને તેના ઘરે લઈ ગયા હતા. પછી તેને સાડી પહેરાવીને ટોલ ટેક્સ પર રૂપિયા ઉઘરાવવામાં માટે ઉભી કરી દીધી હતી. પાયલને આ કામ ગમતું ન હતું તેમ છતાં તેની મજબૂરી હતી કે તેને કોઈ કામ આપતું ન હતું.

    તેણે નક્કી કર્યું કે મારા જેવા બીજા પણ લોકો હશે જેને પરિવાર અને સમાજ સ્વીકારતા નથી.તો મારે કઈ કરવું જોઈએ અને ધીમે ધીમે તેણે ભણવાનું શરૂ કર્યું અને ફાઇન આર્ટ્સનો અભાયસ પૂર્ણ કર્યો. ત્યારબાદ સિવિલ એન્જિનિયરનો અભાયસ કર્યો અને આજે તે ટ્રાન્સજેન્ડર માટે એક એનજીઓ ચાલુ કર્યું છે, જેમાં તે અન્ય લોકોને મદદ કરી શકે છે. ટ્રાન્સજેન્ડર હોવાના કારણે સમાજ અને પરિવારે ત્યજેલી પાયલ આજે અનેક લોકો માટે પ્રેરણા બની છે જે નાની વાતોથી હતાશ થતા લોકો માટે નોંધ પાત્ર કિસ્સો છે.


Download Our B K News Today App



Related News