વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-14 16:00:50
  • Views : 107
  • Modified Date : 2023-07-14 16:00:50

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસામાં  રોગચાળો વધવાની ભીતિએ સરપ્રાઇઝ ચેકિંગ  હાથ ધરવામાં આવ્યુ હતુ. અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા ગાંઠિયા રથ નામની કાનમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી હતી. ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તપાસ કરવામાં આવી હતી. દુકાનમાંથી તેલ, લોટ, ચાસણીના નમૂના લેવામાં આવ્યા હતા. હવે આ ખોરાકના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

Download Our B K News Today App



Related News