કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષી જિલ્લા વિકાસ અધિકારીએ વડગામ તાલુકાના હેલ્થ સેન્ટરોની મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:45:50
  • Views : 312
  • Modified Date : 2021-07-08 12:45:50

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ વડગામ તાલુકા પંચાયત કચેરી, તાલુકા હેલ્થ કચેરી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વડગામ તેમજ મેમદપુર ગ્રામ પંચાયત સહિત વિવિધ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી.આ બાબતે આરોગ્ય અને પંચાયતના સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીગણ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ  મેમદપુર ખાતે મનરેગા યોજના હેઠળ ચાલતા કામોનું જાત નિરીક્ષણ કરી ગામ લોકોના પ્રશ્નોને સાંભળ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારની પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. તેમણે પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓ અને કામોની સમીક્ષા કરી ગ્રામિણ વિસ્તારની  વસ્તીને આરોગ્ય સુવિધા અને ગ્રામ વિકાસની જરૂરી સુવિધાઓ મળે તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News