આજે ચીન જશે ભારતના સમુદ્રની શાન 'INS કોલકાત્તા'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 08:22:55
  • Views : 486
  • Modified Date : 2019-04-21 08:22:55

ઇન્ડિયન નેવીનું સૌથી શક્તિશાળી જહાજ આઈએનએસ કોલકત્તા રવિવારે ચીન જવા માટે રવાના થશે. ચીનની નેવીની 70મી વર્ષ ગાંઠ પર યોજાનારા સમારોહમાં ચીન દ્વારા ભારતના બે જહાજોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં પ્રથમ જહાજ રવિવારે જશે, જ્યારે આઈએનએસ શક્તિ 26 એપ્રિલે ચીન જશે.આ જહાજને 16 ઑગસ્ટ 2014ના રોજ ભારતીય નેવીમાં શામેલ કરવામાં આવ્યું હતું. આ જહાજ નેવીમાં સમાવાયું ત્યારબાદ પાડોશી દેશો ભયમાં હતા. આ જહાજ પર બરાક મિસાઇલ છે અને બ્રહ્મમોસ પણ મૂકવામા આવી છે.આઈએનએસ કોલકત્તા સ્વદેશી તકનીકથી તૈયાર થયું છે જેમાં લાગેલા હથિયારો અને સેન્ટર સ્વદેશી ટેકનિકથી તૈયાર થયા છે. આ જહાજને તૈયાર કરવામાં ભારત સરકારને રૂપિયા 2600 કરોડનો ખર્ચ થયો હતો. 

Download Our B K News Today App



Related News