ડીસાના કાંટ ગામે ટ્રેક્ટર રોડ વચ્ચે ઉભું રાખવા બાબતે ઝઘડો બે શખ્સોને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 11:12:49
  • Views : 277
  • Modified Date : 2022-06-28 11:12:49

 

ડીસા તાલુકાના કાંટ ગામે રસ્તા વચ્ચે ટ્રેક્ટર રાખવા બાબતે ઝઘડો થતાં ત્રણ શખ્સોએ હુમલો કરી બે વ્યક્તિઓને ઈજા પહોંચાડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના કાંટ ગામના રહેતા મુકેશજી ભુપતજી ઠાકોર ગઈ કાલે દૂધ ભરાવી ને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના કાકાનો દીકરો તેજમલજી સરદારજી ઠાકોર અને બીજા સબંધી વિષ્ણુજી અમરતજી ઠાકોર ટ્રેક્ટર લઈને આવતા ત્રણેય જણા વાતો કરતા હતા. આ દરમિયાન ગામના ગોવિંદજી લાડજીજી ઠાકોર,અશ્વિનજી લાડજીજી ઠાકોર અને અતુલ રામેશજી ઠાકોરે આવી તમે રસ્તા વચ્ચે કેમ કરી ટ્રેકટર ઉભું કરી છો તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો અને તેજમલજી તથા વિષ્ણુને માથામાં અને હાથના ભાગે છરી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી આ દરમિયાન અન્ય શખ્સો આવી જતાં ત્રણેય જણા નાસી ગયા હતા.ઇજાગ્રસ્તને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.આ બનાવ અંગે ભુપતજી ચમનજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News