ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ વિસ્તારમાં 4 દિવસથી ઇજાગ્રસ્ત ગાયને પાંજરાપોળમાં સારવાર અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 12:14:18
  • Views : 229
  • Modified Date : 2021-12-07 12:14:18

 

ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ વિસ્તારમાં થી પસાર થતી દાંતીવાડા કેનાલ પર છેલ્લા ચાર દિવસથી ગાય ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી.આ બાબતે કોઈપણ વ્યક્તિને જાણ ન હોવાના કારણે આ ગાય ચાર દિવસ સુધી ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં પડી હતી જે વાત અહીંથી પસાર થતા રાણપુર ગામના લોકોને જાણ થતા તેઓએ તાત્કાલિક રાજપુર પાંજરાપોળના મકશીભાઈ નો સંપર્ક કર્યો હતો જેથી તેઓ તાત્કાલિક ગૌશાળા નું સાધન લઈ તાત્કાલિક રાણપુર ઉગમણાવાસ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડા ની કેનાલ પર પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત ગાયને રાણપુર ગામના લોકોની મદદથી વાહનમાં બેસાડી સારવાર અર્થે રાજપુર પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી જ્યાં ગાયની સારવાર શરૂ થતા રાણપુર ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News