અમદાવાદીઓને ફાફડા-જલેબી ઝાપટવામાં નડશે મોંઘવારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-23 16:14:19
  • Views : 227
  • Modified Date : 2023-10-23 16:14:19

દશેરાનું પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધૂરૂ મનાય છે. અમદાવાદીઓ દશેરા પર્વે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી જશે. અમદાવાદમાં ફરસાણના વેપારીઓએ વિજયાદશમીના પર્વને લઈ ખાસ તૈયારીઓ કરી છે. જો કે ફાફડા-જલેબીનો સ્વાદ માણવા ખિસ્સું થોડું વધારે હળવું કરવું પડશે. ગત વર્ષ કરતા ફાફડા-જલેબીના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે.આ વર્ષે ચણાના લોટ અને ગેસના ભાવ વધ્યા છે. તો બીજી તરફ ફાફડા બનાવવા માટે ખાસ કારીગરો બોલાવવા પડે છે. જેનું મહેનતાણું વધારે ચુકવવું પડતું હોવાથી પણ ભાવ વધારો નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાવ ગમે તેટલો હોય પરંતુ અમદાવાદ સહિત રાજ્યના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદમાં ફરસાણના વેપારીઓએ ફાફડા-જલેબીનું રેકોર્ડબ્રેક વેચાણ થવાની આશા વ્યક્ત કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News