દેશમાં મોંઘવારી 6 વર્ષના નીચલા સ્તરે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-20 17:01:11
  • Views : 34
  • Modified Date : 2025-04-20 17:01:11

દેશમાં મોંઘવારી છ વર્ષના નીચલા સ્તરે આવી ગઈ છે. નાણા મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ અનુસાર, દેશમાં છૂટક મોંઘવારી નાણાકીય વર્ષ-2025માં 6 વર્ષના નીચલા સ્તે 3.34 ટકા રહી ગઈ છે. મંત્રાલયે આની પાછળ આરબીઆઈની મોનેટરી પોલિસી અને સરકાર તરફથી ફૂડની માંગને પૂર્ણ કરતા રહેવાનું મુખ્ય કારણ જણાવ્યું છે.

નાણા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફુગાવો વર્ષ-2018-19 પછી તેના સૌથી નીચા સ્તરે છે, ભારતે માત્ર મેક્રો આર્થિક સ્થિરતાને મજબૂત બનાવી નથી પરંતુ ટકાઉ વિકાસ પણ જાળવી રાખ્યો છે, જેના કારણે ફુગાવાને નિયંત્રિત કરવામાં આવ્યો છે. આ સાથે, ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો અને ઊંચા આધાર પ્રભાવને કારણે, માર્ચમાં CPI આધારિત છૂટક ફુગાવો ઘટીને 3.34 ટકા થયો છે. ગ્રાહક ભાવ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં 3.61 ટકા અને ગયા વર્ષે માર્ચમાં 4.85 ટકા હતો. જ્યારે ફેબ્રુઆરીમાં તે 3.75 ટકા અને માર્ચ, 2024માં 8.52 ટકા હતો.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવો નીચે તરફ જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 26માં ફુગાવો વધુ ઘટવાની અપેક્ષા છે.

RBIની પોલિસીના લીધે મોંઘવારી ઘટી - નાણાં મંત્રાલય

નાણાં મંત્રાલય તરફથી છૂટક મોંઘવારીના આંકડાઓમાં આવેલા ઘટાડાની પાછળ આરબીઆઈની મોનેટરી પોલિસી જણાવી. આની સાથે મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, સરકારે લોકોની તરફથી આવી રહેલી ખોરાક માગને પૂર્ણ કરી છે. આરબીઆઈની નીતિઓને લીધે ભાવ સ્થિર છે.

Download Our B K News Today App



Related News