મોંઘવારી ઉકળી: અમૂલ બાદ બરોડા ડેરીએ દહીં-છાશના ભાવમાં કર્યો વધાર્યો, જાણો કેટલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-22 11:20:53
  • Views : 255
  • Modified Date : 2022-07-22 11:20:53

મોંઘવારી ઉકળી: અમૂલ બાદ બરોડા ડેરીએ દહીં-છાશના ભાવમાં કર્યો વધાર્યો, જાણો કેટલો 

ગુજરાત અને દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઇ છે. ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં,છાશના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. બરોડા ડેરી તેની દહી અને છાસની પ્રોડક્ટમાં રૂ.1થી લઇને રૂ.15 સુધીનો ભાવ વધારો કર્યો છે. 5 ટકા GSTની દહીં, છાસના ભાવ પર ઇફેક્ટ થઈ છે. બરોડા ડેરીએ ગઈકાલ ગુરુવારથી જ નવા દર લાગુ કરી દીધા છે.આવતા મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજાશે. આ સભામાં ડેરીના કામકાજનો વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરાશે

સુગમ મસ્તી દહીં કપ  200 ગ્રામના 20 રૂ થી વધારી નવો ભાવ 21 કર્યો 

સુગમ મસ્તી દહીં કપ 400 ગ્રામના 38 રૂ થી વધારી નવો ભાવ 40 કર્યો

સુગમ મસ્તી દહીં પાઉચ 1 કિલોના 60 રૂ થી વધારી નવો ભાવ 65 કર્યો

સુગમ મસ્તી દહીં પાઉચ 5 કિલોના 300 રૂ થી વધારી નવો ભાવ 315 કર્યો 

ગોરસ જીરા છાશ પાઉચ 190 ml 6 રૂ થી વધારી નવો ભાવ 7 રૂ. કર્યો 

ગોરસ જીરા છાશ પાઉચ 400 ml 11 રૂ થી વધારી નવો ભાવ 12 રૂ કર્યો 

ગોરસ છાશ પાઉચ 5 લીટરના 130 રૂ થી વધારી નવો ભાવ રૂ 140 કર્યો

અમૂલની અલગ અલગ પ્રોડક્ટના ભાવમાં વધારો જાહેર કરાયો હતો.મસ્તી દહીં 400 ગ્રામ કપમાં રૂપિયા 2નો વધારો, 170 મીલી છાશના પેકેટમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો થયો છે.મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રુપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે.  મંગળવારથી જ આ ભાવ વધારો લાગુ થઈ ગયો છે.

GST કાઉન્સિલે શું ફેરફારો કર્યા ? 
ગયા મહિને યોજાયેલી બેઠકમાં GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પરના GST દરોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવે દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર સોમવારથી 5 ટકા GST ચૂકવવો પડશે. આ સિવાય અન્ય વસ્તુઓના GST સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

 

Download Our B K News Today App



Related News