ભારત બાયોટેકે ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલના ફાઇનલ ડેટા જાહેર કર્યો, ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિન 65% અસરકારક; ગંભીર કેસમાં પણ 93% અસરકારક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 12:48:05
  • Views : 296
  • Modified Date : 2021-07-03 12:48:05

     સ્વદેશી વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે કોવેક્સિન (Covaxin Vaccine)ના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે, સાથે જ કંપની દ્વારા ત્રીજા તબક્કાનાં પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિન ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓ પર અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

    દુનિયાભરમાં ભય ફેલાવી રહેલા ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન 65.2% અસરકારક જણાઈ છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક છે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાનાં પરિણામોના આધારે જણાવ્યું હતું કે કોવેક્સિન કોરોના સામે એકંદરે 77.8% અસરકારક હોવાનું જણાયું છે.જ્યારે દુનિયાભરમાં ભય ફેલાવતા ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ સામે આ વેક્સિન 65.2% અસરકારક હોવાનું જણાયું છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક હોવાનું જણાઈ આવ્યું છે. એ Asymptomatic કોરોના દર્દીઓ પર 63.6% અસરકારક સાબિત થઈ છે.કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે એની ઓવરઓલ એફિકેસી 77.8% મળી છે, જ્યારે કોરોના વાયરસના ગંભીર સંક્રમણ પર એની ઓવરઓલ એફિકેસી 93.4% જાણવા મળી છે.

     જણાવવામાં આવ્યું છે કે કોવેક્સિન 60 વર્ષથી વધુ વયના લોકો પર 67.8% અને 60 વર્ષથી ઓછી વયના લોકો પર 79.4% અસરકારક છે, જોકે ત્રીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન લગભગ 99 વોલંટિયર્સમાં ગંભીર આડઅસર પણ જોવા મળી.કંપનીએ થોડા દિવસ પહેલા જ ટ્રાયલના ડેટા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને આપ્યા હતા. ત્યાર બાદ સબ્જેક્ટ એક્સપર્ટવ કમિટી (SCE)ની મહત્વની બેઠક મળી હારી અને વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલના ડેટાને મજૂરી આપવામાં આવી હતી.

    આ પહેલા ભારત બાયોટેકના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)ને WHOએ સ્વીકાર્વ કર્યો હતો. કોવેક્સિનને મંજૂરી મળ્યા બાદ કંપનીએ 19 એપ્રિલે EOI સબમિટ કર્યું હતું.

Download Our B K News Today App



Related News