પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું- એક પડોશી, જે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ સમગ્ર દુનિયામાં આતંકીઓની મદદ કરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 12:28:20
  • Views : 252
  • Modified Date : 2021-02-25 12:28:20

    ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકવાર ફરી પાકિસ્તાનને આતંકવાદનો સમર્થક દેશ ગણાવ્યો છે. અહીં ભારતે ડેપ્યુટી પર્મનન્ટ રિપ્રેઝન્ટેટિવ નાગરાજ નાયડુએ પાકિસ્તાનનું નામ તો નથી લીધું, પરંતુ સ્પષ્ટ કહી દીધું છે કે અમારો એક પડોશી દેશ માત્ર ભારતમાં નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં આતંકવાદને મદદ કરી રહ્યો છે. ભારતીય પ્રતિનિધિઓએ એવું પણ કહ્યું છે કે આતંકવાદને પડોશી દેશની સરકારનું સમર્થન પણ મળેલું છે.

    સિક્યોરિટી કાઉન્સિલની મીટિંગમાં નાગરાજે કહ્યું- ભારત ઘણા દશકાઓથી પ્રોક્સી વૉર અને ક્રોસ બોર્ડર ટેરરિઝમનો સામનો કરી રહ્યું છે. ત્યાંની સરકાર આતંકવાદને જાહેરમાં સમર્થન કરે છે અને મદદ કરે છે. આ આંતકીઓના ટ્રેનિંગ, ફન્ડિંગ, ખાનગી માહિતી અને હથિયાર આપવામાં આવે છે, જેથી તેઓ તે અમારા દેશમાં ફેલાવી શકે.નાયડુએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે અમુક દેશોએ ભારત સામે પ્રોક્સી વૉર શરૂ કરી દીધું છે. આ દેશ આતંકવાદી જૂથોને દરેક પ્રકારની મદદ અને પૈસા આપે છે. દુનિયાના દરેક દેશે આ પ્રમાણેના દેશનો મળીને સામનો કરવો પડશે. આ દરેકની સામૂહિક જવાબદારી છે કે આતંકવાદ સામે આપણે મળીને યુદ્ધ કરીએ.

    ફ્રાન્સના પેરિસમાં અત્યારે ફાઈનાન્શિયલ ટાસ્કફોર્સ એટલે કે FATFની મીટિંગ ચાલી રહી છે. એમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવું કે બ્લેક લિસ્ટમાં કરવું એ વિશે આજે નિર્ણય લેવામાં આવશે. આ પહેલાં સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાન વિરુદ્ધ નિવેદન અને પુરાવા આપીને ભારતે સાબિત કરી દીધું છે કે આતંકવાદ કેટલી ગંભીર સમસ્યા છે અને એને રોકવા માટે પાકિસ્તાન સરકારે અત્યારસુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરી નથી. જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહેશે તોપણ તેની મુશ્કેલીઓ વધી જવાની છે અને જો તે બ્લેક લિસ્ટમાં રહેશે તો તેને નાદાર થવાનું જોખમ વધી જશે. પાકિસ્તાન બે વર્ષથી ગ્રે લિસ્ટમાં છે.

Download Our B K News Today App



Related News