ઇન્ડિયા vs ઇંગ્લેન્ડની પહેલી T-20 જોવા 67 હજાર દર્શક પહોંચ્યા, લોકડાઉન પછી વર્લ્ડ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 13:52:07
  • Views : 308
  • Modified Date : 2021-03-13 13:52:07

    ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી T-20માં 67 હજાર ફેન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ કોરોના વચ્ચે લોકડાઉન પછી રમવામાં આવેલી ક્રિકેટ મેચમાં રેકોર્ડ છે. સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1.32 લાખ છે.

    શ્રેણી પહેલાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશને 100% ફેન્સના એન્ટ્રીની વાત કરી હતી. આ નિર્ણયને મેચ પહેલાં જ રદ કરવામાં આવ્યો હતો, સાથે જ 50% ફેન્સને એન્ટ્રીની મંજૂરી આપવામાં આવી હતી. એસોસિયેશનનાં સૂત્રોનું માનીએ તો ટિકિટ્સ પણ લગભગ 50% જેટલી જ વેચાઈ હતી.ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ઓછી કિંમતની ટિકિટ્સની વધુ ડિમાન્ડ રહી. આ ટિકિટની કિંમત 500થી લઈને 1 હજાર સુધીની હતી. આ ટિકિટ્સ સૌથી વધુ વેચાઈ હતી.

    લોકડાઉન પછી સ્ટેડિયમમાં ફેન્સની વાપસી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વુમન્સ ટીમ વચ્ચેની મેચથી થઈ હતી. આ વનડે શ્રેણી ગયા વર્ષે સપ્ટેમ્બર અંતમાં બ્રિસ્બેનમાં રમાઈ હતી. મેન્સ ક્રિકેટમાં પ્રથમ મેચ નવેમ્બરના અંતમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. બંને મેચમાં લિમિટેડ ફેન્સને એન્ટ્રી મળી હતી.5 T-20 શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટે 124 રન કર્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. 23 રન આપીને 3 વિકેટ ઝડપનાર જોફરા આર્ચરને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. બીજી મેચ આવતીકાલે રમાશે. શ્રેણીની બધી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે.

    GCAના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કહ્યું હતું કે માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાણ માટે ઉપલબ્ધ કરાઈ છે. કોરોના મહામારીને પગલે આખા સ્ટેડિયમને સેનિટાઈઝ પણ કરાયું છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા તમામ દર્શકો ગાઈડલાઈન્સનું પાલન કરે એ વાતની પણ ખાસ નોંધ લેવાશે.


Download Our B K News Today App



Related News