હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની ફિફટી, બંનેએ છઠ્ઠી વિકેટ માટે 120* રનની ભાગીદારી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 12:42:39
  • Views : 471
  • Modified Date : 2020-12-02 12:42:39

    ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં કેનબરા ખાતે 48 ઓવરમાં 5 વિકેટે 279 રન કર્યા છે. રવિન્દ્ર જાડેજા 57 રને અને હાર્દિક પંડ્યા 79 રને રમી રહ્યા છે. પંડ્યાએ પોતાના વનડે કરિયરની છઠ્ઠી ફિફટી મારી છે. તેમજ જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે 120* રનની ભાગીદારી કરી છે.વિરાટ કોહલીએ વનડે કરિયરમાં પોતાની 60મી ફિફટી ફટકારતા 78 બોલમાં 5 ફોરની મદદથી 63 રન કર્યા હતા. તે જોશ હેઝલવુડની બોલિંગમાં કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા ઓસ્ટ્રેલિયાએ રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.શ્રેયસ ઐયર અને લોકેશ રાહુલે મિડલ ઓર્ડરમાં ફરી એકવાર નિરાશ કર્યા છે. ઐયર એડમ ઝામ્પાની બોલિંગમાં કવર પોઇન્ટ પર માર્નસ લબુશેનના હાથે કેચ આઉટ થયો હતો. ઐયરે 21 બોલમાં 2 ફોરની મદદથી 19 રન કર્યા હતા. તે પછી લોકેશ રાહુલ 5 રને એસ્ટન અગરની બોલિંગમાં LBW થયો હતો.રતીય કેપ્ટન વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.સચિને 2003માં પોતાની 300મી ઇનિંગ્સમાં પાકિસ્તાન સામે સેન્ચુરીયન ખાતે સૌથી વનડેમાં ઝડપી 12 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.કોહલીએ આજે કેનબરા ખાતે પોતાની 242મી ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ સચિન કરતા 58 ઇનિંગ્સ ઓછી રમીને આ માઈલસ્ટોન અચીવ કર્યો છે.


    રિકી પોન્ટિંગ આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. તેણે 2009માં પોતાની 314મી ઇનિંગ્સમાં 12 હજાર રન પૂરા કર્યા હતા.શુભમન ગિલ એસ્ટન અગરની બોલિંગમાં LBW થયો હતો. તેણે 39 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 33 રન કર્યા હતા. ગિલે રિવ્યૂ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહોતો. તે પહેલા શિખર ધવન 16 રને સીન અબોટની બોલિંગમાં શોર્ટ કવર્સ પર એસ્ટન અગરના હાથે કેચ આઉટ થયો હતો.ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે સીરિઝની અંતિમ મેચમાં કેનબરા ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 2-0થી આગળ છે. ટીમ ઇન્ડિયા વિદેશમાં સતત બીજા વ્હાઇટવોશથી બચવા મેદાને ઉતરશે. ભારતે પોતાની પ્લેઈંગ-11માં ચાર ફેરફાર કર્યા છે. મયંક અગ્રવાલ, મોહમ્મ્દ શમી, યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીની જગ્યાએ શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ અને ટી. નટરાજનને તક આપવામાં આવી છે. ટી. નટરાજન વનડેમાં પોતાનું ડેબ્યુ કરી રહ્યો છે.જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં 3 બદલાવ કરવામાં આવ્યા છે. ડેવિડ વોર્નર, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કની જગ્યાએ કેમરન ગ્રીન, એસ્ટન અગર અને સીન અબોટ રમી રહ્યા છે.

Download Our B K News Today App



Related News