ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડેમાં વરસાદ અને કોરોના વાયરસની ટિકિટ પર અસર જોવા મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:30:59
  • Views : 353
  • Modified Date : 2020-03-12 11:30:59

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની રમાઈ રહેલી 3 વનડે શ્રેણીની પહેલી મેચ ગુરુવારે ધર્મશાળા ખાતે રમાશે. જેમાં હવામાન વિભાગે 12 માર્ચથી ત્રણ દિવસ સુધી ધર્મશાલામાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.ત્યારે તેની અસર મેચની ટિકિટના વેચાણ ઉપર જોવા મળી રહી છે.તે જ સમયે દેશમાં વધતા કોરોના વાયરસની અસર પણ મેચ પર દેખાઈ રહી છે.આમ ભારતમાં કોરોના વાયરસના અત્યારસુધીમાં 69 કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ 18 કેસ રાજસ્થાનના જયપુરથી આવ્યા છે.જોકે હિમાચલ પ્રદેશમાં એકપણ દર્દી મળી આવ્યો નથી. આમ બીસીસીઆઈની ટીમના ખેલાડીઓ અને દર્શકો માટે ગાઈડલાઈન જારી કરાઈ છે. તે પ્રમાણે ખેલાડીઓને ઓછામાં ઓછા 20 સેકન્ડ હાથ ધોવાનો નિર્દેશ કરાયો છે. આમ ખેલાડીઓને છીંક અને કફ થયો હોય તો ચહેરો ઢાંકવાની સલાહ અપાઈ છે.આમ રેસ્ટોરન્ટનું ભોજન ખાવાની પણ મનાઈ કરાઈ છે.ચાહકો સાથે હાથ મિલાવવાની અને તેમની સાથે સેલ્ફી લેતી વખતે સુરક્ષિત અંતર રાખવાના પણ નિર્દેશ અપાયા છે.આમ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારસુધીમાં 84 વનડે મેચ રમાઈ છે.જેમાં ભારતે 35 અને મહેમાન ટીમે 46 જીત મેળવી છે.જ્યારે 3 મેચ ટાઈ થઈ છે.દક્ષિણ આફ્રિકા સામે ભારતનો સક્સેસ રેટ 42% છે.આમ આ બંને ટીમો ભારતમાં 51 વખત રમી ચૂકી છે.આમાં ભારતે 27 મેચ જીતી હતી.જ્યારે 21માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.ઘરઆંગણે ભારતનો સક્સેસ રેટ 53% છે.ભારત- વિરાટ કોહલી, શિખર ધવન, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, પૃથ્વી શો, શુબમન ગિલ, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા, સાઉથઆફ્રિકા- ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ, બેઉરન હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, જ્યોર્જ લિંડે, કેશવ મહારાજ, જાનેમન મલાન, ડેવિડ મિલર, લુંગી ગિડી, એનરિક, એંડિલ ફેલુકવાયો, લ્યુથો સિપામલા, જેજે સ્મટ્સ, રસી વેન ડર ડુસેન અને કાઇલી વેરેન.

Download Our B K News Today App



Related News