આઝાદી પછી ભારતમાં પ્રથમ મહિલાને ફાંસી થશે, પ્રેમ માટે કાપી નાંખ્યા હતા 7 પરિવારના સભ્યોનું ગળુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 13:46:08
  • Views : 580
  • Modified Date : 2021-02-17 14:21:04

    મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહાની રહેનારી મહિલા શબનમે અપાઈ શકે છે. તેણે એપ્રિલ 2008માં પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ 7 પરિવારના સભ્યોની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. મથુરા જેલ પ્રશાસનને દોરડાન ઓર્ડેર આપ્યો છે. નિર્ભયા કાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમે ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે.

    જોકે દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. તે પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને
દયા અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિ ભવને તેની અરજીને ફગાવી દીધી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેની ફાંસી આપવામાં આવશે.
દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસી ઘર એક માત્ર છે જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી જ્યારે સલીમ આગ્રા જેલમાં છે.મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યાર સુધીમાં અહીં કોઈ પણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી
નથી. વરિષ્ઠ જેલ અધીક્ષકના જણાવ્યા મુજબ હાલ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી. જોકે અમે તૈયારી શરૂ કરી દીધી છે. દોરડા માટે ઓર્ડર
આપવામાં આવ્યો છે. ડેથ વોરન્ટ ઈસ્યુ થતા જ શબનમ-સલીમને ફાંસ આપવામાં આવશે. જોકે સલીમને ફાંસી ક્યાં આપવામાં આવશે તે હજી નક્કી કરવામાં
આવ્યું નથી.

    આ મામલમાં અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. જે પછી 15 જુલાઈ 2010એ જિલ્લા જજ એસ એ હુસૈનીએ શબનમ અને
સલીમને ત્યાં સુધી ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો હતો, જ્યાં સુધી તેમનો જીવ ન નીકળે.આ ઘટના પછી ધરપકડ થયા પછી શબનમ અને સલીમે એકબીજાની પર આરોપ લગાવ્યા હતા. સર્વિલાન્સથી બંનેની વચ્ચે વાતચીત ચાલી રહી હોવાની
    માહિતી મળી. પછી શબનમની પાસે દવાનું ખાલી રેપર મળ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો હતો. શબનમની ભાભી અંજુમના પિતા લાલ મોહમ્મદે

કોર્ટમાં સલીમ સાથે તેના ગેરકાયદેસર સંબંધ હોવાની વાતને ખુલ્લી પાડી હતી. સલીમ આ કૃત્યુ પછી હસનપુર બ્લોક પ્રમુખ મહેન્દ્ર પાસે ગયો હતો અને
પોતાની વાત જણાવી હતી.શબનમ-સલીમના કેસમાં લગભગ 100 જેટલી તારીખો પડી. તેમાં 27 મહિના લાગ્યા. નિર્ણયના દિવસે જજે 29 સાક્ષીઓના નિવેદનો સાંભળ્યા.

    14 જુલાઈ 2010ના રોજ જજે બંનેને દોષી ઠેરવ્યા હતા. આગામી દિવસે 15 જુલાઈ 2010ના રોજ જજ એસ એ હુસેનીએ માત્ર 29 સેકન્ડમાં બંનેને ફાંસીની સજા
સંભળાવી હતી. આ મામલામાં 29 લોકોને 649 સવાલ પુછવામાં આવ્યા હતા. 160 પાનામાં જજમેન્ટ લખવામાં આવ્યું. ત્રણ જજે સમગ્ર મામલાની
સુનાવણી કરી.

Download Our B K News Today App



Related News