ભારતની હથિયારોની આયાતમાં 33 ટકા ઘટાડો, રશિયા- અમેરિકા પર નિર્ભરતા ઘટી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:13:27
  • Views : 227
  • Modified Date : 2021-03-16 11:13:27

    સ્વીડનની રાજધાની સ્ટોકહોમ સ્થિત રક્ષા થિંક ટેંક સિપરીની રિપોર્ટથી આ ખુલાસો થયો છે. મનાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકારના ભારતે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઘરેલૂ રક્ષા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના કારણે હથિયારોની આયાતમાં ઘટાડો નોંધાયો છે.સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ અનુસંધાન સંસ્થાન(સિપરી)ના રિપોર્ટ મુજબ વીતેલા 5 વર્ષમાં ભારતના સૌથી વધારે હથિયાર રશિયાથી ખરીદ્યા છે. જો કે હથિયારોની આ આયાતમાં લગભગ 53 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારત હવે રશિયાથી પહેલા 70 ટકાની જગ્યાએ માત્ર 49 ટકા હથિયારની ખરીદી રહ્યુ છે. આ મામલામાં ભારતે અમિરિકાને સૌથી મોટો ઝટકો આપ્યો છે. 2011-15ની વચ્ચે અમેરિકા ભારતનું બીજું સૌથી મોટુ હથિયાર આયાત કરતો દેશ હતો. જો 2016-2020 દરમિયાન અમેરિકા ચૌથા સ્થાન પર જતુ રહ્યું છે.

    ભારતના અમેરિકાના હથિયારોની આયાતના મામલામાં 46 ટકા ઘટાડો આવ્યો છે. 2016થી 2020 દરમિયાન ઈઝરાઈલ બીજા અને ફાન્સ ત્રીજો સૌથી મોટો હથિયાર આપૂર્તિકર્તો દેશ રહ્યો છે. 2016થી 2020ની વચ્ચે ભારતની ફાન્સમાંથી હથિયારની આયાત 709 ટકા વધી છે. ભારતે આ સમય દરમિયાન રાફેલ ફાયટર વિમાનનો કરાર કર્યો હતો. જેમાં ફ્રાન્સથી હથિયારોની આયાતમાં વધારો થયો. રાફેલ વિમાન અને તેમના લાગેલી મિસાઈલની ખરીદી ભારતના કુલ આયાતની અડધી છે. ત્યારે ભારતની ઈઝરાઈલની પાસેથી હથિયાર આયાતમાં 82 ટકા વધારો નોંધાયો છે.

    રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં રક્ષા રાજ્યમંત્રી શ્રીપાદ નાઈકે કહ્યુ 2018-19 અને 2020-21ના ડિસેમ્બર માટે 1.99 લાખ કરોડ રુપિયાના 112 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત વિભિન્ન શ્રેણીઓમાં પૂંજીગત ખરીદી થવાની છે. જેથી ઘરેલુ  રક્ષા વિનિમાર્ણને પ્રોત્સાહન આપી શકાય. કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ડિફેન્સ ઈન્વેસ્ટમેન્ટ માટે 2025 સુધી 1.75 લાખ કરોડ રુપિયાનું ટર્નઓવરનું લક્ષ્ય રાખ્યુ છે.

    2016-20 દરમિયાન ફાન્સની હથિયારની નિકાસમાં 44 ટકા વધારો થયો છે. જેમાં વેશ્વિક હથિયાર નિકાસમાં ભાગી દારી વધીને 8.2 ટકા થઈ ગઈ છે. ફ્રાન્સીસી હથિયાર નિકાસનો 59 ટકા ભાગ ભારત, મિસ્ર અને કતારને જાય છે.

 

 

Download Our B K News Today App



Related News