ભારતે ઈસ્ટ લદાખમાંથી ઝડપેલા ચીનના સૈનિકને પરત કર્યો, ત્રણ દિવસ પહેલા LAC પાર કરીને આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 15:01:51
  • Views : 279
  • Modified Date : 2021-01-11 15:01:51

    ભારતીય સેનાએ પોતાની સરહદમાં ઘૂસી આવેલા ચીનની સેનાના સૈનિકને ચીનને પરત કર્યો છે. પીપલ્સ લિબ્રેશન આર્મીનો આ સૈનિક શુક્રવારે ઈસ્ટ લદાખમાંથી ઝડપાયો હતો. તેને પેંગોન્ગ ત્સોના દક્ષિણ કિનારા પર લાઇન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલ (LAC) પર ભારતીય સરહદમાં આવી ગયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.સૂત્રોએ જણાવ્યુ હતું કે ચીનના આ સૈનિકને બોર્ડર પોઈન્ટ પર સવારે 10 વાગેને 10 મિનિટે પરત કરવામાં આવ્યો હતો. ભારતીય અને ચીનની સેના વચ્ચે આ વિસ્તારમાં આઠ મહિનાથી વધુ સમયથી તણાવ છે. પેંગોન્ગ તળાવ વિસ્તારમાં બંને તરફની અથડામણ બાદ ગત વર્ષે મે મહિનામાં તેની શરૂઆત થઈ હતી. સેનાની તરફથી શનિવારે જણાવ્યુ હતું કે PALનો એક સૈનિક LAC પાર કરીને આવી ગયો હતો. ત્યાર બાદ અહીંયા તૈનાત ભારતીય સેનાના જવાનોએ તેને ઝડપી લીધો હતો.

    ચીને પોતાની સેનાના જવાનને મુક્ત કરવાની માંગ કરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના જણાવ્યા મુજબ, આ સૈનિક અંધારું અને વિસ્તારની અણસમજના કારણે ભારતીય સરહદમાં પહોંચી ચૂક્યો હતો. આ માટે ચીને તેને જલ્દીમાં જલ્દી મુક્ત કરવાની માંગ કરી હતી.ચીનની સેનાએ કહ્યું હતુ કે અમે આ બાબતે ભારતીય સેનાને જાણકારી આપીને તેમણે સૈનિકની શોધ કરવા મદદ કરવાની અપીલ કરી હતી. ભારતીય સેનાએ બે કલાક બાદ જણાવ્યુ હતું કે સૈનિક તેમની પાસે છે અને તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત બાદ તેને મુક્ત કરવામાં આવશે.

    ભારતીય સેનાએ ત્રણ મહીના પહેલા પણ લદાખમાં ચીનની સેનાના એક સૈનિકને ઝડપ્યો હતો. બંને દેશની સૈન્ય સ્તરની વાતચીત બાદ તેને ચુશૂલ-મોલ્ડો મિટિંગ પોઈન્ટ પર પરત કર્યો હતો.આ સૈનિક પણ ભટકીને લદાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં આવી ગયો હતો.

Download Our B K News Today App



Related News