સિરીઝમાં જીવંત રહેવા ભારત માટે જીતવું જરૂરી, 3 મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-11-28 17:05:27
- Views : 383
- Modified Date : 2020-11-28 17:05:27
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 3 વનડે સિરીઝની બીજી મેચ રવિવારે સિડની ખાતે રમાશે. પહેલી મેચમાં હાર પછી સિરીઝમાં જીવંત રહેવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયાએ અત્યારે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.સિરીઝની પહેલી વનડે સિડનીમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું. કેપ્ટન આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથની સદી થકી તેમણે ભારતને 375 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 8 વિકેટે 308 રન જ બનાવી શકી હતી.
1.સિડનીમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ખરાબ
સિડનીમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બહુ ખરાબ છે. અહીં ભારત અત્યારસુધીમાં કુલ 21 મેચ રમ્યું છે અને તેમાંથી માત્ર 5 જીત્યું છે. 15 મેચમાં ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કર્યો છે. એક મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 18માંથી 11 મેચ જીતી છે, જ્યારે ફિન્ચે ભારત સામે 13માંથી માત્ર 6 મેચ જ જીતી છે.
2.વોર્નર, ફિન્ચ અને સ્મિથ આપશે પડકાર
ઓસ્ટ્રેલિયન ઓપનર્સ ડેવિડ વોર્નર અને ફિન્ચે ગઈ મેચમાં 156 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. વોર્નરે 69 રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે ફિન્ચે 114 અને સ્મિથે 105 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેવામાં સિરીઝમાં જીવંત રહેવા ઇન્ડિયન બોલર્સે આ બેટ્સમેનોને વહેલા પેવેલિયન ભેગા મોકલવા પડશે.
3.હેઝલવૂડ-ઝામ્પા ફોર્મમાં, કમિન્સ સામે રહેવું પડશે સતર્ક
ભારતીય બેટ્સમેનોએ જોશ હેઝલવૂડ અને એડમ ઝામ્પા સામે વિકેટ ફેંકી દીધી હતી. બંને બોલર્સે કુલ 7 શિકાર કર્યા હતા. હેઝલવૂડે ટોપ ઓર્ડરની કમર તોડી હતી, જ્યારે ઝામ્પાએ મિડલ ઓવર્સમાં ભારતીય બેટ્સમેનોને અઘરા પ્રશ્ન પૂછ્યા હતા. બંનેએ મેચમાં 3-3 વિકેટ લીધી હતી. ભારત સામે સૌથી વધુ વિકેટ લેનાર કમિન્સ પણ ખતરનાક સાબિત થઇ શકે છે.4.કોહલી-રાહુલનું ફોર્મમાં આવું જરૂરી
પહેલી વનડેમાં 375 રનનો પીછો કરતાં વિરાટ કોહલી અને લોકેશ રાહુલ બેટથી કઈ ખાસ કમાલ કરી શક્યા નહોતા. કોહલી 21 અને રાહુલ 12 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. મયંક અગ્રવાલ 22 અને શ્રેયસ ઐયર માત્ર 2 રન બનાવી શક્યા હતા. સિરીઝમાં વાપસી કરવા ભારતના બેટ્સમેનોનું ફોર્મમાં આવું જરૂરી છે.5.ધવન-પંડ્યા જ ટકી શક્યા
ગઈ મેચમાં શિખર ધવન અને હાર્દિક પંડ્યા જ સારો દેખાવ કરવામાં સફળ થયા હતા. ધવને 86 બોલમાં 74 રન બનાવ્યા હતા, જ્યારે પંડ્યાએ 76 બોલમાં 90 રન માર્યા હતા. તેણે આ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 128 રનની ભાગીદારી થઇ હતી.6.ભારતીય બોલર્સે ઝડપવી પડશે વિકેટ
પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ભારતીય બોલર્સને ગ્રાઉન્ડની ચારેય બાજુ ધોકાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 7, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલે 8થી વધુની ઈકોનોમીથી રન લૂંટાવ્યા હતા. માત્ર મોહમ્મદ શમીએ સ્કોરિંગ રેટ પર બ્રેક લગાવતાં 3 વિકેટ ઝડપી હતી.7.વેધર અને પિચ રિપોર્ટ
સિડનીમાં રવિવારે તાપમાન મેક્સિમમ ડીગ્રી 38 અને મિનિમમ 18 ડીગ્રી સેલ્સિયસ રહેશે. પિચથી બેટ્સમેનને મદદ થઇ શકે છે. સ્પિનર્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિરીઝ પહેલાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 56.05% છે.8.હેડ-ટુ-હેડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં 141 વનડે રમાઈ છે. એમાંથી ટીમ ઇન્ડિયાએ 52 મેચ જીતી અને 79 હારી છે, જ્યારે 10માં રિઝલ્ટ આવ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે તેના જ ઘરઆંગણે ભારતીય ટીમે 52 વનડે રમી છે, તેમાંથી 13 જીતી અને 37 હારી છે. 2 વનડેમાં રિઝલ્ટ આવ્યું નહોતું.9.ભારતીય વનડે ટીમ:
- બેટ્સમેન: વિરાટ કોહલી (કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, લોકેશ રાહુલ (વાઇસ કેપ્ટન, વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ ઐયર, મયંક અગ્રવાલ અને સંજુ સેમસન (વિકેટકીપર).
- ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા.
- બોલર્સ: યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.
- 10.ઓસ્ટ્રેલિયા વનડે ટીમ
- બેટ્સમેન: આરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ (વિકેટકીપર).
- ઓલરાઉન્ડર: માર્નસ લબુશેન, મોઇઝિસ હેનરિક, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન.
- બોલર્સ: પેટ કમિન્સ, સીન એબોટ, એશ્ટન અગર, જોશ હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક, એન્ડ્રુ ટાઇ અને એડમ ઝામ્પા
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 69
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 198
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 126
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 130
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 125
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 140
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 95
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 106
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 85
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 73
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 97
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 91
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 100
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 83
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 89
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 90
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 69
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 410
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 72
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 74
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 95
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 89
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 92
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 93
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 65
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 101
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 116
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 69
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 71
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 66
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90



