નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ કર્મીઓ માટે ખાસ સુવિધા, જમવા અને આરામ માટે ડોમ ઉભા કરાયા, દર્શકોને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 13:04:58
  • Views : 280
  • Modified Date : 2021-03-04 13:04:58

    ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત સીરિઝમાં 2-1થી આગળ છે. આ મેચ જીતવા અથવા ડ્રો કરવા પર ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાવવાનો પાસ મળશે. જ્યારે ભારત હારે તો કાંગારુંની બીજા ફાઇનલિસ્ટ તરીકે એન્ટ્રી થશે. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપરાંત આ મેચ પર બધાની નજર ખાસ કરીને પીચ કેવી રીતે બિહેવ કરે છે તેના માટે પણ રહેશે. તેવામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની બહાર GCAના અધિકારીઓએ તમામ દર્શકોને માસ્ક અને સેનિટાઈઝર આપ્યું હતું. તો બીજી બાજુ મેચ દરમિયાન કામ કરતા પોલીસ કર્મીઓ માટે પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

    આજે ભારત માટે મહત્વનો મુકાબલો હોવાથી દર્શકો પણ સ્ટેડિયમની બહાર ઉત્સાહભેર પ્રવેશી રહ્યા છે. તો તેવામાં અત્યારે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સ્ટેડિયમમાં આવતા તમામ દર્શકોએ માસ્ક અને સેનિટાઈઝર પહેરીને આવવા સૂચન કરાયું છે. આ તમામ દર્શકોને GCAના કર્મચારી પણ માસ્ક આપીને ગેટમાં પ્રવેશ આપી રહ્યા છે. તેમને કોરોનાનું ઈન્ફેક્શન કોઈને ના લાગે તે અર્થે ગેટની બહાર માસ્ક અને સેનિટાઈઝરના પાઉચનું વિતરણ શરૂ કર્યું હતું.

    અરવિંદસિંહ રાજપૂત  સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા તેઓ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવનારા તમામ દર્શકોને માસ્ક અને સેનિટાઈઝરના પાઉચ આપી રહ્યા છે. તેમની પાસે માસ્ક અને સેનિટાઈઝરનો સારા પ્રમાણમાં જથ્થો છે, જેથી જે પણ દર્શક પાસે માસ્ક નથી અથવા જરૂર છે તેને આપી રહ્યા હતા.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે સ્ટેડિયમના ગેટની અંદર પોલીસ કર્મીઓ માટે ડોમ બનાવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ ડોમમાં પોલીસ કર્મીઓને આરામ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પોલીસ કર્મીને નાસ્તો તેમજ બપોરના જમવાના ફૂડ પેકેટ ઉપરાંત પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોલીસ કર્મીઓને સવારના નાસ્તામાં સેન્ડવીચ, સમોસા અને ઉપમા ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. આમ દરેક કર્મીને આરામની સાથે ખાવા-પીવાની પણ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.



Download Our B K News Today App



Related News