ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વાતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. વેક્સિન લેવા માટે આવેલા લોકોને છોડ આપી પર્યાવરણને અંગે લોકોને જાગૃત કર્યા હતા અને વધુમાં વધુ વૃક્ષ વાવી પર્યાવરણ નું જતાં કરવાની સલાહ આપી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-16 12:52:13
  • Views : 309
  • Modified Date : 2022-08-16 12:52:13



ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર પર્વની હરસોલા ભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ડીસા માં અર્બન હેલ્થ સેન્ટર બે ના આરોગ્ય કર્મચારીઓએ સ્વાતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે કોરોના રસીકરણ તથા રસી લેવા આવતા તમામ લોકો ને છોડ વિતરણ કરાયા હતા. તેમજ opd માં આવેલ દર્દીઓ અને તેમની સાથે આવતા તમામ લોકો ને છોડ વિતરણ કરી પર્યાવરણ ની ચિંતા કરી હતી. ર્ડો  કે. પી. દેલવાડીયા, હરિસિંહ ચૌહાણ અલમાંસ કુરેશી  સહિત આરોગ્ય વિભાગની ટીમે 500 થી વધુ છોડ નું વિતરણ કરી લોકોને વૃક્ષોનું જતન કરી પર્યાવરણ બચાવવા માટે અપીલ કરી હતી

Download Our B K News Today App



Related News