અરબી સમુદ્રની સપાટીનું તાપમાન પણ 1.4 ડિગ્રી જેટલું વધી જતાં ગુજરાત પર વાવાઝોડાં, પૂર અને દુષ્કાળનું સંકટ વધ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-28 13:17:33
  • Views : 479
  • Modified Date : 2021-05-28 13:17:33

    ગુજરાતમાં વધતી જતી આકરી ગરમી અને કુદરતી આપત્તિ માટે જંગલોના વિનાશ અને જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે. આના કારણે છેલ્લા 50 વર્ષમાં વાવાઝોડા, દુકાળ અને પૂરની ઘટનામાં 4 ગણો વધારો થયો છે. છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. જેના કારણે પશ્ચિમી કિનારે વાવાઝોડાંની ઘટનામાં વધારો થયો છે અને 2018 પછી દર વર્ષે વાવાઝોડું આવી રહ્યું છે.

    રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી તાપમાનમાં વધારો થવાની સાથે લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. તાજેતરમાં રાજ્યમાં તાઉ-તે ચક્રવાતના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તેની સાથે જ રાજ્યમાં ક્યારેક દુષ્કાળ તો ક્યારેક પૂરની સ્થિતિ સર્જાય છે. આ તમામ ઘટના પાછળ વાતાવરણમાં થતા માઈક્રોક્લેમેટિક ફેરફારોની સાથે જંગલોનો વિનાશ તેમજ જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે.

    કાઉન્સિલ ઓફ એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર (સીઈઈડબ્લ્યુ)એ જાહેર કરાયેલા વિશ્લેષણ મુજબ રાજ્યમાં છેલ્લા 50 વર્ષમાં ચક્રવાતની ઘટનામાં 3 ગણો વધારો થવાની સાથે દુષ્કાળની ઘટનામાં 9 ગણો, જ્યારે પૂરની ઘટનામાં 4 ગણો વધારો નોંધાયો છે. સીઈઈડબ્લ્યુએ બહાર પાડેલી માહિતી મુજબ અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ તીવ્ર વાવાઝોડાની અસર હેઠળ આવે છે. છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે. જેના કારણે પશ્ચિમી કિનારે વાવાઝોડાની ઘટનામાં વધારો થયો છે અને 2018 પછી દર વર્ષે વાવાઝોડું આવી રહ્યું છે.

    વધુમાં વાવાઝોડા ઉપરાંત ગુજરાતમાં ઉનાળા દરમિયાન આકરી ગરમીનો અનુભવ થાય છે. 1970 પછી અમદાવાદ, ભરૂચ, જામનગર, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં દુકાળની ઘટનામાં 9 ગણો વધો થયો છે. તેની સામે ચોમાસા દરમિયાન પૂરની ઘટનાઓમાં પણ ચાર ગણો વધારો થયો છે. રાજ્યમાં ઘણીવાર કેટલાક જિલ્લાઓમાં દુકાળ હોય છે ત્યારે કેટલાકમાં પૂર આવ્યું હોય છે. આ અનિશ્ચિતતાના કારણે રાજ્યના અર્થતંત્રને અસર પહોંચે છે.


Download Our B K News Today App



Related News