અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી વધારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:19:33
  • Views : 87
  • Modified Date : 2024-03-02 14:19:33

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને તેમની માગને પહોંચી વળવા માટે નિર્ણય લીધો છે. બેટ દ્વારકા જવું હવે સરળ બનશે.અમદાવાદ-ઓખા વીકલી સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી લંબાવવાનો નિર્ણય કર્યો છે.ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા વીકલી સ્પેશિયલ, જેને અગાઉ 24 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાય કરવામાં આવી હતી, તેને 09 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ વીકલી સ્પેશિયલ, જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2024 સુધી નોટિફાઇડ કરવામાં આવી હતી, તેને હવે 10 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 09435 અને 09436ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે. 

Download Our B K News Today App



Related News