શાળાઓ ખુલાતા જ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો : બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ અટવાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 12:00:15
  • Views : 285
  • Modified Date : 2021-02-05 12:00:15

     સરકાર દ્વારા વિદ્યાર્થીઓનાં હિતને ઘ્યાને લઈ 10 મહિના બાદ શાળાનું શિક્ષણકાર્ય ફરીથી શરૂ કર્યું છે,, પરંતુ સ્કૂલો ખૂલતાં જ વિદ્યાર્થીઓને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી 

    ભારતભરમાં કોરોનાને લીધે લોકડાઉંન કરવામાં આવ્યું હતું જ્યારે કોરોનાનેં લોધે ધંધા રોજગાર વગેરે ઉપર ખુબજ મોટી અસર પડી હતી પણ એના કરતાંય વધારે અસર વિદ્યાર્થીઓનાં ભણતર ઉપર પડી હતી કોરોના(covid-19) ને લીધે વિદ્યાર્થી ઓનાં ભણતરને ખુબજ મોટી અસર પડી છે ..સરકારની ગાઈડ લાઈન મુજબ ઑનલાઇન શિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પણ તેમાં વિદ્યાર્થીઓને  ભણતરની પૂરતી માહિતી મળતી ન હતી અને કેટલાય ગરીબ પરિવાર પાસે  ઓનલાઈન બાળકોને ભણાવવા માટે ફોન પણ ન હતા તેના લીધે કેટલાય બાળકોના ભણતર ઉપર મોટી અસર થઈ હતી ..જ્યારે 11 જાન્યુઆરી થી સરકારે ધોરણ 10 અને 12 ની વર્ગો ચાલુ કરવા માટે પરવાનગી આપી હતી અને સરકાર દ્વારા  વિદ્યાર્થીઓનાં હિતને ઘ્યાને લઈને આજથી ધોરણ 9 અને 11 ના વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે... પરંતુ જાણે વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત જ ના આવતો હોય એમ આજે પાંચ શાળાના વિદ્યાર્થીઓ બસની અનિયમિતતા ના કારણે શાળા એ પહોંચી શક્યા ન હતા..જેમાં દિયોદર-થરાદ-ભાભર રૂટની બસની અનિયમિતતા મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ  જોવા મળ્યો હતો વાત કરવામાં આવે તો દિયોદર-થરાદ-ભાભર વાયા બેણપ રૂટની બસ સમયસર ન આવતી હોવાથી વિધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે જેના કારણે વિધાર્થીઓના શિક્ષણકાર્ય પર અસર પડી રહયી છે..વાવથી બેણપ રૂટની પાંચ સ્કૂલોના 150 વિદ્યાર્થીઓએ બસની અનિયમિતતા દૂર કરવા ડેપો મેનેજરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી...અને જો તાત્કાલિક બસ શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી.

 

Download Our B K News Today App



Related News